કાલાવડ રોડની કેસરિયા લોહાણા વાડીમાં યોજાયેલા સ્નેહમિલનમાં જ્ઞાતિગંગાની એકતાના દર્શન કરાવવા ગુજરાતભરમાંથી રઘુવંશી આગેવાનો તથા મહાજન પ્રમુખો ઉમટી પડ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
લોહાણા સમાજમાં એકતા લાવવા સ્થપાયેલા રઘુવંશી શૌર્ય સંગઠ્ઠન ગુજરાતનું પ્રથમ સ્નેહ મિલન રાજકોટના કાલાવડ રોડ પર આવેલી કેસરીયા લોહાણા મહાજન વાડીમાં તાજેતરમાં યોજાયું હતું.ગોંડલ રામજી મંદિરના મહંત ગુરુદેવ જયરામદાસજી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સ્નેહ મિલન કાર્યક્રમનું અધ્યક્ષ પદ મયુરભાઈ નથવાણીએ સંભાળ્યું હતું.આ મિલનમાં લોહાણા સમાજના વિવિધ શહેરોના મહાજન પ્રમુખો, રાજકીય આગેવાનો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં જયરામદાસજી મહારાજે સંગઠ્ઠનનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ થાય તેવા આશિર્વચન પાઠવ્યા હતાં.જયારે ઉપસ્થિત આગેવાનોએ સમાજના સામાજિક, રાજકીય, આર્થિક સહિતના ક્ષેત્રોમાં એકતા લાવવા અને સમાજને ઉપયોગી થવા મુદ્દે પોતાના વિચારો રજુ કર્યા હતાં.
આ તકે શૌર્ય સંગઠન પ્રદેશ વરીષ્ઠ ઉપ પ્રમુખ પદે મહેશભાઈ નગદીયાની જયારે સમિતિમાં ગોપાલભાઈ અનડકટ, નિરવ ભાઈ રાયચુરા, પરેશભાઈ શિંગાળા, હેમાબહેન રૂપારેલિયા, હિરેનભાઇ મશરૂ, હિતેશભાઈ પંચમતીયા, કપીલભાઈ નથવાણી, સંજયભાઈ પોપટ, વિશાલભાઈ કેશરીયા, કલ્પેશભાઈ બગડાઈ, પુજાબેન ગણાત્રા, રિષીભાઈ ગણાત્રા, સોનલબેન સૌમયા, બીંદીયાબેન અમલાણી, રીમાબેન ધેલાણી કલ્પેશભાઇ પોપટ, પુનમભાઇ ઠક્કરની વરણીની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રઘુવંશી સમાજના આગેવાનો કમલેશભાઈ મીરાણી, વિક્રમભાઈ પૂજારા,નીતિનભાઇ નથવાણી, શૈલેષભાઈ પાબારી (એસ.પી), સામના મિરર દૈનિકના માલિક રાજુભાઈ બગડાઈ, અમિતભાઈ ઉનડકટ (તાલાલા ગીર),પ્રિયેશભાઈ અનડકટ (ભાણવડ), નવીનચંદ્રભાઇ રવાણી (સાવરકુંડલા), જસુમતીબેન વસાણી, કાશ્મીરાબેન નથવાણી, સોનલબેન વસાણી (જસદણ), કોર્પોરેટર દક્ષાબેન વસાણી , પુનમબેન અનડકટ, હેમાબેન રૂપારેલીયા, ચેતનાબેન મિશ્રાણી, ચેતનાબેન તન્ના, જાગૃતીબેન, હીનાબેન પોપટ, કનુભાઈ હિંડોચા,મેહુલભાઈ નથવાણી, ચંદુભાઈ નથવાણી, અરવિંદભાઈ વણઝારા, આશિષભાઈ પૂજારા હિરેનભાઈ કોટક, મુકેશભાઈ પુજારા, નિકેશભાઈ પાબારી, નવીનભાઈ પુજારા, ગોંડલના અગ્રણી પરીતાબેન ગણાત્રા વૈભવભાઈ ગણાત્રા ઉપરાંત અમરેલી, ખંભાળિયા, સુરેન્દ્રનગર, શાપુર સોરઠ, જામજોધપુર, ભાણવડ લોહાણા મહાજનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ હિંડોચા અને માણાવદરના જયદીપભાઇ તન્ના એ
કર્યું હતું.
સમાજના કોઈપણ કામ માટે મારા દરવાજા 24 કલાક ખુલ્લા: રાજુભાઈ બગડાઈ
રઘુવંશી શૌર્ય સંગઠ્ઠન ગુજરાતના પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજકોટના યુવા તંત્રી રાજુભાઈ બગડાઈ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે સંબોધતા રાજુભાઈએ જણાવ્યું હતું કે હું 22 વર્ષથી પત્રકારત્વના ફિલ્ડમાં છું અને હાલમાં ત્રણ દૈનિક અખબારોનું માલિક તરીકે સંચાલન કરી રહ્યો છું.સમાજના કોઈપણ ભાઈ-બહેનને કોઈપણ પ્રકારનું કામ હોય તો મારો ગમે ત્યારે સંપર્ક કરીને મળવા આવી શકે છે. સમાજના લોકોને કોઈપણ પ્રકારની બાબતોમાં મારાથી બનતી મદદ કરવાનો મારો પ્રથમ પ્રયત્ન રહેશે.સમાજના કોઈપણ કામ માટે મારા દરવાજા 24 કલાક ખુલ્લા છે.