અભિનેત્રી રાધિકા મદાન હાલમાં પોતાની આવનારી ફિલ્મ શિદ્દતનુ શૂટિંગ પૂરુ કર્યા બાદ તેના પ્રમોશનમાં બિઝી છે જેમાં તે સની કૌશલ, મોહિત રૈના અને ડાયેના પેન્ટી સાથે જોવા મળશે. અભિનય સાથે સોશિયલ મીડિયા એક્ટિવિટી પણ ચર્ચામાં રહેનાર રાધિકા મદાન પોતાના એક ડ્રેસ માટે સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર આવી ગઈ છે. રાધિકા એક કાળા રંગના ટૉપમાં મુંબઈમાં નીકળી હતી જેને લઈને તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

- Advertisement -
બ્લેક ટૉપમાં દેખાઈ રહી છે રાધિકા મદાન
રાધિકા મદાનનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે અભિનેતા સની કૌશલ સાથે ક્યાંક બહાર જતી દેખાઈ રહી છે. રાધિકાએ બ્લેક બ્રાલેટ સ્ટાઈલનુ ટૉપ પહેર્યુ છે. ટૉપ ઘણુ રિવીલિંગ છે. આ સાથે રાધિકાએ હાઈ-વેસ્ટ પેન્ટ પહેર્યુ છે. આ ડ્રેસ રાધિકાએ ભલે સ્ટાઈલિશ સમજીને પહેર્યો હોય પરંતુ સોશિયલ યુઝર્સને તે બિલકુલ ગમ્યુ નહિ.

- Advertisement -
સોશિયલ મીડિયા યુઝર્સે કરી આવી કમેન્ટ
બૉલિવુડના ફેમસ ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઈન્સ્ટાગ્રામ પર રાધિકા અને સની કૌશલનો આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં રાધિકાનુ ટૉપ જોઈને યુઝર્સ જે કમેન્ટ કરી રહ્યા છે તે ઘણી કમાલની છે. એક યુઝરે લખ્યુ કે આ લોકો કંઈ પણ પહેરી લે છે. બીજા એક યુઝરે લખ્યુ કે કપડાનુ કામ છે શરીરને ઢાંકવાનુ… પરંતુ આ લોકો જુઓ, શું ફાયદો થયો કપડા પહેરવાનો. એક યુઝરે તો સનીને સલાહ આપી દીધી કે તે પોતાનુ શર્ટ રાધિકાને આપી દે.
https://www.instagram.com/p/CTmD-ehAI_6/
રાધિકાની એક્ટીંગ કરિયર

રાધિકા મદાને એક્ટિંગની કરિયરની શરૂઆત ટીવી સીરિયલ મેરી આશિકી તુમસે હીથી કરી હતી. જેમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાધિકાએ ફિલ્મ પટાખા અને મર્દ કો દર્દ નહિ હોતાથી શરૂઆત કરી હતી. રાધિકા મદાન રે વેબ સીરિઝના પહેલા એપિસોડમાં પણ જોવા મળી હતી. રાધિકા મદાન હવે જલ્દી સની કૌશલ સાથે ફિલ્મ શિદ્દતમાં જોવા મળશે. આ ફિલ્મને આવતા મહિને 1 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે.



