ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
કાચી કેરી ઠંડક, સ્વાદ અને આરોગ્યનો ખજાનો છે, કાચી કેરી, જેને ગુજરાતી ભાષામાં કાચા કેરી તરીકે ઓળખવામાં આવે છે, એ ઉનાળાના દિવસોમાં જ ખાસ મળતી એક અનમોલ ભેટ છે. ખટાસ સાથે હલકી મીઠાશ મળીને ખાસ રસ ઉભો કરે આ કાચી કેરી. માત્ર સ્વાદ જ નહીં, તે આરોગ્ય માટે પણ અત્યંત લાભદાયી છે. ત્યારે કાચી કેરીનો ઉપયોગ કરીને ચટણી બનાવી શકાય તે માટે વિવિધ પ્રકારની ચટણીની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં બહેનો દ્વારા કાચી કેરીની લીલી ચટણી, કાચી કેરી અને કોથમીર ચટણી, કાચી કેરી અને લસણ ચટણી, કેરીની ખટ્ટી મીઠી ચટણી, કેરી અને ફોદીનાની ચટણી, કેરીની મધમેળ ચટણી ગોળ સાથે, કેરી અને મરચાંની ચટપટી ચટણી, કેરીની સાદી ખમ્મણ ચટણી, કેરી અને નારિયેળની ચટણી, કેરીની ઠાંડાઈ ચટણી દહીં સાથે, કેરી ફુદીનો મરચાની લીલી ચટણી, કાચી કેરીની લાલ ચટણી, કાચી કેરી ડુંગળી વાળી ચટણી અને કાચી કેરી ચટપટી ચટણી બનાવી સુશોભિત કરી નિર્દેશન ગોઠવવામાં આવ્યું હતું.
જેમાં પ્રથમ ક્રમાંકે નિરાલીબેન વિઠલાણી દ્રિતીય ક્રમાંકે હેતલબહેન માળી તૃતિય ક્રમાંક હેમાલીબહેન શાહ અને ચોથા નંબરે શિલ્પાબેન દેવાણી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સ્પર્ધાના નિણાયક તરીકે તેજલબહેન મણિયાર અને ગીતાબહેન કોટક દ્વારા આખરી નિણય આપવામાં આવ્યો હતો.ખાસ આ તકે ઉપસ્થિત તમામ બહેનોને અંગદાનનુ વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું હતું ત્યારે વધુ લોકો આ મહાન કાર્યમાં સહભાગી બને તે માટેની સમજ રાજકોટના સામજિક કાર્યકર દિપ્તીબહેન પૂજારા દ્વારા આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાધારાણી ગ્રુપના ચેતનાબહેન તન્ના, નિશાબહેન રૂપારેલિયા, જલ્પાબહેન જોષી દ્વારા જહેમત ઉઠાવી આવી હતી.