ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કુંતાસરી ગામના ખેડૂત પુત્ર ભારતીય ફોજની અંદર ચેન્નઈ ખાતે ટ્રેનિંગ પૂરી કરી સી આઇ એસ એફની એક વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી આજ રોજ પોતાના માદરે વતન પરત આવતા તેમના પરિવાર અને ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશની રક્ષા કાજે ભારતીય ફોજમાં જોડાયેલા જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂર્વ સરપંચ ધરમશીભાઈ કરસનભાઈ ઠાકોર અને લીલાભાઈ કરસનભાઈ ઠાકોર અને માધાભાઈ કરસનભાઈ ઠાકોર અને નથુભાઈ કાળાભાઈ ઠાકોર અને હરિભાઈ ઠાકોર અને મોહનભાઈ ઠાકોર અને ચંદાભાઇ ગોવિંદભાઈ ઠાકોર અને મોતીભાઈ રણછોડભાઈ ઠાકોર અને નારણભાઈ કરસનભાઈ ઠાકોર અને દશરથભાઈ હરજીભાઈ ઠાકોર અને અન્ય સમાજના લોકો અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખુશીની વાત આ ગામ માત્ર 50 ઘરનું ગામ હોય આ ગામના 20 થી વધારે દીકરાઓ ભારતીય ફોજની અંદર ફરજ બજાવે છે અને દેશની રક્ષા કરે છે.