જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં મળી રા.લો સંઘની 68મી સામાન્ય સભા
સભાસદ મંડળીને 15% ડિવિડન્ડ: આંબા અને પારસ જાંબુના વિકસિત રોપાંઓનું વિતરણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ (રા.લો.સંઘ)ની 68ની વાર્ષિક સાધારણ સભા ગત તા.31ને શનિવારના રોજ પૂર્વ કેબિનેટ મંત્રી, જેતપુરના ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન શ્રી જયેશભાઈ રાદડિયાની ખાસ ઉપસ્થિતિમાં ખીરસરા ખાતેના રાજર્ષિ સેવાશ્રમ સાત હનુમાન મંદિર ખાતે મળી હતી. રા.લો.સંઘ ગત નાણાકીય વર્ષમાં કરેલ શૂ.21 કરોડના અભૂતપૂર્વ નફાને તથા બોર્ડે ઓફ ડીરેકટરની સુંદર કામગીરીને સહકારી નેતા શ્રી રાદડિયાએ બિરદાવી હતી. રા.લો.સંઘે કરેલ અભૂતપૂર્વ નફાને તથા ખેડૂત ઉપયોગ કામગીરીની પ્રશંસા કરતાં જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાનું સહકારી માળખુ અને તમામ સહકારી સંસ્થાઓ પ્રમાણીક અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહી છે જેના કારણે રાજકોટ જિલ્લા તથા સૌરાષ્ટ્રનાં સહકારી માળખાએ દેશભરમાં સર્વેપરીતા હાંસલ કરી છે. તેમણે રા.લો.સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા તથા ખમ્બેખમ્ભા મિલાવીને સંસ્થામાં સુંદર યોગદાન આપી રહેલા સમસ્ત બોર્ડ ઓફ ડીરેકટરને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતાં. જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓ સહકારી તેમજ સામાજિક ક્ષેત્રે સુંદર કામગીરી કરી રહી છે તેમણે રા.લો.સંવે ગત વર્ષે કરેલ વિકાસની હરણફાળ અંગે સમસ્ત બોર્ડ ઓફ ડીરેકટરની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે રા.લો.સંઘનો પાયો સહકારી ક્ષેત્રનાં પ્રમાણીક સહકારી અગ્રણીઓએ નાખ્યો છે તેને વર્તમાન બોર્ડ આગળ ધપાવ્યો છે અને હજુ રા.લો.સંઘ દિનપ્રતિદિન ખુબ જ વિકાસ પામે તેવી શુભેચ્છા આપતા તેમની વિકાસયાત્રામાં રાજકોટ જિલ્લા બેંક હંમેશા સંઘની સાથે રહી તમામ મદદ અને માર્ગદર્શન આપશે.
જયેશભાઈ રાદડિયાએ સહકારી ક્ષેત્રે એકવાકયતા અને સહકારની ભાવના બળવત્તર બને તે માટે તમામ સહકારી અગ્રણીઓ હાલમાં ખભેખભા મિલાવી દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહમંત્રી તથા સહકારી મંત્રીના સહકારક્ષેત્રે ચલાવાતા વિકાસ અભિયાનમાં નોંધનીય યોગદાન આપી રહ્યાં છે. રાજકોટ જિલ્લાનું સહકારી માળખુ ખુબ જ મજબૂતાઈથી વધુ મજબૂત બની રહ્યું છે જેની રાષ્ટ્રીય કક્ષાએ ખાસ નોંધ લેવાઈ રહી છે. જયેશભાઈ રાદડીયાએ સ્પષ્ટ કહ્યું હતું કે રાજકોટ જિલ્લા બેંકે આ વર્ષે પ કે. આ વર્ષે પણ જબરદસ્ત વિકાસની હરણફાળ ભરો છે રાજકોટ જિલ્લા બેંક, રા.લો. સંઘ, તમામ માર્કેટ યાર્ડો, રાજકોટ ડેરી, રાજકોટ જિલ્લા સંઘ સહિતની તમામ સહકારી સંસ્થાઓની પડખે ઉભી રહેશે અને રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં સહકારી સંસ્થાઓ સર્વગ્રાહી વિકાસ સાધે અને ખેડુતો અને સહકારી પ્રવૃતિના વિકાસમાં તમામ પ્રયાસો કરી છૂટશે.
રાજકોટ ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે રાજકોટ જિલ્લા બેંકે આદરણીય સ્વ.વલ્લભભાઈ પટેલ તથા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાએ નિહાળેલા અનેરા સ્વપનોને ડીસ્ટ્રીકટ બેંક, રા.લો.સંઘ, જિલ્લા ડેરી, રાજકોટ માર્કેટીંગ યાર્ડ, ગોંડલ માર્કેટીંગ યાર્ડ, જિલ્લા સહકારી સંઘ સહિતની સંસ્થાઓ સાકાર કરવામાં અગ્રેસર રહી છે. તમામ સંસ્થાઓ પ્રમાણીકપણે ખેડૂતોના હિતમાં કામગીરી કરીને દેશભરમાં અવ્વલ સિધ્ધી હાંસલ કરી રહી છે.
- Advertisement -
રાજકોટ લોધિકા સંઘ દ્વારા તમામ સહકારી મંડળીઓને આંબા તથા જાંબુ ના મોટા રોપાઓનું વિતરણ કરીને વડાપ્રધાનના પર્યાવરણ માટેના જબરદસ્ત અભિયાન નએક પેડ મા કે નામથમાં પણ યોગદાન આપ્યું હતું. સામાન્ય સભામાં મંડળીના પ્રમુખશ્રીઓ તથા મંત્રીઓએ વૃક્ષોના રોપ આપી દરેક ગામોની સહકારી મંડળીઓ પણ પર્યાવરણના અભિયાનમાં સહભાગી બને તે માટે દિગ્ગજ સહકારી નેતા જયેશભાઈ રાદડિયાના હસ્તે આંબા તથા પારસ જાંબુના વિકસીત રોપાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
રા.લો.સંઘની 68ની સામાન્ય સભાની કામગીરીના પ્રારંભે ટી.આર.પી.ગેમઝોનના સદ્રતો તથા સહકારી સંસ્થાના સદ્રત સભ્યો તથ સહકારી મંડળીઓના સદ્રત સભ્યોને શ્રધ્ધાંજલી અર્પવા બે મીનીટ મૌન પાળવામાં આવ્યું હતું. સામાન્ય સભાના મુખ્ય મહેમાન જયેશભાઈ રાદડિયા, ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, યાર્ડના પૂર્વ ચેરમેન અને (રા.લો.સંઘના ડીરેકટર ડી.કે.સખીયા, પૂર્વ ચેરમેન નિતીન ઢાંકેચા, ભાનુભાઈ મેતા, જિલ્લા પંચાયતના પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જી.પ.ના સભ્યો મોહનભાઈ દાફડા, મુકેશ તોગડીયા, રાજકોટ તથા લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ જે.કે.પીપળીયા, મુકેશ કમાણીના હસ્તે દિપ પ્રાગટય સાથે સામાન્ય સભાનો પ્રારંભ થયો હતો. સામાન્ય સભામાં ઉપસ્થિત જયેશભાઈ રાદડિયા સહિતના મહાનુભાવોનું શબ્દપુષ્પોથી સ્વાગત પૂર્વ ચેરમેન નિતીનભાઈ ઢાંકેચા કર્યુ હતું તેમણે જિલ્લાની સહકારી પ્રવૃતિની વિકાસની હરણફાળને બિરદાવી ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા તથા સમગ્ર ડીરેક્ટર પ્રાણપ્રશ્ર્નોની પણ છણાવટ કરી હતી. રા.લો. સંઘના ચેરમેન બોર્ડની સંઘ પ્રત્યેની ભાવના ને બિરદાવી સહકારી ક્ષેત્રનાં વિકાસ તથા ખેડૂતોના નરેન્દ્રસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચનમાં રા.લો.સંઘનાં ગત વર્ષ વિકાસની આંકડાકીય માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે, 31 માર્ચના રોજ પૂરા થયેલ વર્ષના વાર્ષિક હિસાબો જોઈએ તો સંઘનું વૈધાનિક અનામત અને અન્ય અનામત ભંડોળ 262 કરોડથી વધીને 275 કરોડ થયેલ છે. જે આશરે 13 કરોડનો વધારો થયો છે. આ ઉપરાંત ફિક્સ ડિપોઝિટ 175 કરોડથી વધીને 188 કરોડ થઈ જે મુજબ તેમાં લગભગ 10 કરોડનો વધારો થયો છે. ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, દર વર્ષે 12 કરોડનો ચોખ્ખો નફો થયેલ છે જે વધીને આ વર્ષે 21 કરોડનો થતા રૂૂપિયા 9 કરોડ અને આઠ લાખનો વધારો થયો છે. એ અત્યાર સુધીના સંઘના નફામાં સૌથી વધુ અને અભૂતપૂર્વ છે.
ગત વર્ષે સંઘે 10,132 ટનનું કપાસિયા તેલ રિફાઇન કર્યું હતું જે આ વર્ષે 27, 107 ટનનું જોબવર્ક કરેલ છે. જે ગત વર્ષ કરતાં 16975 ટન કામકાજ વધુ થયું છે. આ ઉપરાંત રા.લો સંઘે સભાસદ મંડળીના અકસ્માતે અવસાન પામેલ ખેડૂત સભાસદના પરિવારને રૂૂ. 55 લાખ વળતર ચૂકવ્યું છે. આ ઉપરોક્ત સંઘે ડ્રીપ ઇરોગેશનમાં રૂૂ. 26 લાખની સબસીડી વિકાસ ફંડ માંથી ચૂકવેલ છે. મંડળીઓના સભાસદ ખેડૂતોને ગંભીર માંદગી સામે ધર્માદા ફંડમાંથી રૂૂપિયા ત્રણ લાખની સહાય આપી છે. આ ઉપરોક્ત સંઘના ચેરમેને સભાષદોને વધુમાં વધુ મર્યાદા મુજબ 15 ટકા શેર ડિવિડન્ડ ચુકવવાની જાહેરાત પણ કરી હતી. ચેરમેન ના ઉદ્બોધનને ઉપસ્થિત સભાસદ મંડળીઓએ તાલીઓના ગળગળાટથી વધાવી લીધી હતી.
સામાન્ય સભામાં આ વર્ષે સહકારી મંડળીઓમાં થયેલી ચૂંટણીમાં નવા ચૂંટાયેલા પ્રમુખશ્રી ઓ તથા ઉપસ્થિત ડીરેકટરશ્રીઓનું ગુજરાત અને સૌરાષ્ટ્રનાં સહકારી નેતા જયેશભાઈ રાદડિયાના હસ્તે સન્માન કરાયું હતું. કાર્યક્રમના અંતે આભારવિધી સંઘના ડીરેકટરશ્રી ડી.કે.સખીયા એ કરી હતી અને સમગ્ર કાયક્રમનું સુંદર સંચાલક સિનિયર ડીરેક્ટર શ્રી ભાનુભાઈ મેતાએ કર્યુ હતું. હરીભાઈ અજાણી સામાન્ય સભામાં ડરિકટર સર્વશ્રી સંજયભાઈ અમરેલીયા, મનુસબભાઈ સરધારા, રામભાઈ જલુ, લક્ષ્મણભાઈ સિંઘવ, ભૂપેન્દ્રસિંહ જાડેજા, ભીમજીભાઈ કલોલા, નાથાભાઈ સોરાણી, નરેન્દ્રભાઈ ભુવા, કાનજીભાઈ ખાપરા, શ્રી પેઢડીયા મેટોડા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા સંઘના ચેરમેન દિનેશભાઈ ભુવા, માનદ મંત્રી મનસુખભાઈ સંખારવા, રા.લો.સંઘના પૂર્વ ડિરેકટર વિજયભાઈ સખીયા, ડીસ્ટ્રીકટ બેંકના ડીરેકટર બકુલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ખીરસરા મંડળી, ગોપાલસિંહ જાડેજા, મયુરસિંહ રાતૈયા, દલસુખભાઈ પીપળીયા, નરસિંહભાઈ વેકરીયા મેટોડા ડીસ્ટ્રીકટ બેંક બ્રાંચના મેનેજર કે.પી.જાડેજા, તમામ સભ્ય મંડળીના પ્રમુખશ્રીઓ, પ્રતિનિધિઓ તથા મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમને સફળ બનાવવા રા.લો. સંઘના જનરલ મેનેજર નિર્મળસિંહ ચાવડા, એકાઉન્ટન્ટ ધર્મિષ્ઠાબેન, ઓફીસર મનોજભાઈ ધોળકીયા, કેશીયર સી.એચ કોરાટ મદદનીશો હરીભાઇ કોરાટ અને મૌલિકભાઈ ખુંટે જહેમત ઉઠાવી હતી.