મતદારોમાં ભારે ઉત્સાહ સાથે શાંતિ પૂર્ણ મતદાન
જૂનાગઢ જિલ્લામાં આજે સવારે 7 વાગ્યાથી જિલ્લાના તમામ મથકોમાં સવારથી જ મતદાન માટે લાઈનો જોવા મળી રહી છે. મતદાન મથકોમાં લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. યુવાનોથી લઇ વૃદ્ધો લાઈનમાં ઉભા રહી સુવ્યવસ્થિત રીતે લોકશાહીના આ પર્વમાં મતદાન કરી પોતાની ફરજ અદા કરી રહ્યા છે જયારે જિલ્લામાં શાંતિ પૂર્ણ રીતે મતદાન શરુ થયું હતું અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે મતદારોએ મતદાન કર્યું હતું.