કોઈ સાથે ફ્રોડ થયો હોય તેવા લોકોએ આવતીકાલે 11 કલાકે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવી
ખાસ-ખબર સંવાદદાતા
હાલ ઓનલાઈન ખરીદી અને ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તેમાં ફ્રોડ પણ વધતો જાય છે. જે અંતર્ગત રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મળેલ અલગ અલગ અરજી અંગે તપાસ કરી આરોપીઓને જેલહવાલે કરી રહી છે.
- Advertisement -
તાજેતરમાં રાજકોટ શહેર ખાતે આવતી ફાઈનાન્સીયલ ફ્રોડની અરજીઓ બાબતે તપાસ કરતા ઝઝઈ એપ્લીકેશન દ્વારા ઈન્વેસ્ટમેન્ટના નામે ખુબ મોટુ ફ્રોડ થયેલું હોવાનુ જાણવા મળેલ છે જેમા ચાર શંકાસ્પદ વ્યક્તીઓને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા છે તેમજ વધુ તપાસ ચાલુમાં છે.
જેને લઈને શહેરની જણાવવાનું કે, જો આપની સાથે ઝઝઈ એપ્લીકેશન દ્વારા ફ્રોડ થયેલ હોય તો સયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે આવતી કાલે 11 વાગ્યે અથવા આપની અનુકુળતાએ ફરીયાદ આપવા આવવા વિનંતી છે