– મહારાણીને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા
બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું તાબૂત ગઈકાલે મંગળવારે સ્કોટલેન્ડના એડીનબર્ગથી લંડન પહોંચ્યું હતું. આ દરમિયાન મહારાણીના દર્શનને શ્રદ્ધાંજલિ આપવા માટે રસ્તા પર હજારો લોકોની ભીડ એકત્ર થઈ હતી. સોમવારે મહારાણીના ચારેય સંતાનો કિંગ ચાર્લ્સ દ્વિતીય, રાજકુમારી એની, પ્રિન્સ એન્ડ્રયુ અને પ્રિન્સ એડવર્ડની હાજરીમાં મહારાણીનું તાબૂત એડિનબરાના સેન્ટ ગાઈલ્સ ચર્ચ લઈ જવામાં આવ્યું હતું.
- Advertisement -
આ દરમિયાન તેમના અંતિમ દર્શન માટે ચર્ચની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આજે બુધવારે મહારાણીની શબયાત્રા કાઢવામાં આવશે, જે અંતર્ગત મહારાણીના તાબૂતને બકીંધમ પેલેસથી વેસ્ટમિન્સ્ટર એબે (સંસદ પરિસર) લઈ જવામાં આવશે. મહારાણીના રાજકીય અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરે વેસ્ટમિન્સ્ટર એબે ખાતે થશે.
મહારાણી એલિઝાબેથના અંતિમ દર્શન માટે લંડનમાં અગાઉથી જ અનેક હોટેલોમાં બુકીંગ થઈ ચૂકયું છે. આ ઉપરાંત પરિવહન વિભાગ દ્વારા પહેલેથી જ લોકોને કહેવામાં આવ્યું છે કે માર્ગો પર ટ્રાફિક જામથી બચવા માટે લોકો પોતાના વાહનો લઈને ન નીકળે.
બ્રિટીશ અધિકારીઓના જણાવ્યા મુજબ મહારાણીના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે દુનિયાના 500 અતિથિ શિલ્ટ વિદેશી નાગરિકો એકત્ર થવાની સંભાવના છે. આ માટે રશિયા, બેલારુસ, મ્યાનમારને આમંત્રણ નથી અપાયું.
- Advertisement -
મહારાણીના અંતિમ દર્શન માટે પાંચ કિલોમીટર લાંબી લાઈન
અંતિમ ઝલક પામવા અધધધ 35 કલાક સુધી રાહ જોશે લોકો
મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ દર્શન દેશ અને દુનિયામાંથી 10 લાખથી વધુ લોકો કરશે. અંતિમ દર્શન માટે લાઈન 5 કિલોમીટર લાંબી થઈ શકે છે અને લોકોને મહારાણીની અંતિમ ઝલક મેળવવા માટે 35 કલાક રાહ જોવી પડી શકે છે, જેને લઈને દરેક જગ્યાએ પોર્ટેબલ ટોયલેટ, વેરિયર અને અન્ય જરૂરી વસ્તુઓની વ્યવસ્થા કરાઈ છે.
લોકો લંડન સુધી આવી શકે તે માટે 24 કલાક ટ્રેન ચલાવવાની યોજના છે, જો ભીડ વધુ થઈ તો કેટલાક સ્ટેશનો બંધ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 1997માં પ્રિન્સેસ ડાયનાની અંતિમ યાત્રામાં 10 લાખથી વધુ લોકો લંડન પહોંચ્યા હતા.