કરોડોના ખર્ચે શહેરમાં 10 માળના ત્રણ ટાવરો ઊભા કરાશે: કલેકટર
આવનારા ટૂંક સમયમાં સરકારી કર્મચારીઓ માટે કરોડોના ખર્ચે શહેરમાં કવાટર બનાવવામાં આવનાર છે તેવું ગઈકાલે કલેકટર તંત્રની યાદીમાં જણાવેલ હતું. મામલતદાર અને ડેપ્યુટી કલેકટર માટે કરોડોના ખર્ચે ક્વાટર બનાવવામાં આવશે. કુલ ત્રણ ટાવરો ઊભા કરવામાં આવનાર છે. દસ-દસ માળના ત્રણ ટાવર ઊભા કરવામાં આવશે જેથી સરકારી કર્મચારીઓને પણ ક્વાટરની સુવિધા મળશે. સરકારી કચેરીઓના કર્મચારી માટે બનાવવામાં આવનાર આ ક્વાટર રૈયા ખાતે તૈયાર કરવામાં આવશે તેવું અંતમાં તંત્રની યાદીમાં જણાવ્યું હતું.
રાજકોટમાં રિજનલ રિસર્ચ સેન્ટર બનાવવાની સરકારમાં દરખાસ્ત
નાના મૌવા રોડ પર ઝોન- 4,5 અને 6 માટે સબ-રજિસ્ટ્રાર કચેરી બનશે
ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન, બાળકો તથા યુવાનોને તાલીમ પણ અપાશે
હાલ ગુજરાતમાં ફક્ત અમદાવાદ ખાતે જ સ્ટાર્ટ અપ ઈનોવેશન સેન્ટર આવેલું છે જ્યાં ઈનોવેટીવ આઈડિયા અને ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે જ્યારે હવે આ સેન્ટર સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં પણ શરૂ થાય તે માટે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ રાજ્ય સરકારમાં દરખાસ્ત મુકી છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, સ્ટાર્ટ અપ અને ઈનોવેશન સેન્ટર વિદ્યાર્થીઓને ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રેરે છે અને જરૂરી તમામ સહાય પુરી પાડવાનું કાર્ય કરે છે જેમ કે કો -વર્કિંગ સ્પેસ, ટેકનિકલ માર્ગદર્શન અને ફંડિંગ વગેરે આ કેન્દ્રો પૂરા પાડે છે અને જરૂરી તાલીમ પણ આપે છે. જિલ્લા કલેક્ટરે પત્રકારો સાથેની વાતચીતમાં વધુ જણાવ્યું હતું કે, નાના મૌવા રોડ ખાતે ઝોન-4,5 અને 6ની આધુનિક સબ રજિસ્ટ્રાર કચેરી બનવા જઈ રહી છે. હોટેલ સયાજી પાસે સરકારી ખરાબાની જમીન પર આ કચેરી કાર્યરત થશે. જેમાં રાજકોટ મહાપાલિકામાં નવા ભળેલા વિસ્તારોના લોકો માટે ખૂબ જ ઉપયોગી બનશે. જ્યારે કલેક્ટરે કહ્યું હતું કે, સોમવારથી કલેક્ટર કચેરીમાં આકાર પામતું હિસ્ટ્રી સેલ પણ લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે.
- Advertisement -
વિચરતી જાતિ માટે આવાસ બનાવાશે
અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, વિચરતી જાતિના ઉત્થાન માટે પંડિત દિનદયાલ ઉપાધ્યાય સ્કીમ અંતર્ગત આવાસ બનાવાશે, કુલ 124 મકાનોની મંજૂરી મળી છે. જ્યારે તેના બાળકોને ભણવા માટે એક ગર્લ્સ અને એક બોય્ઝ હોસ્ટેલ પણ બનાવાશે.
તમામ નાગરિકોને પોતાનું બ્લડ ગૃપ ક્યું છે તેમની જાણ હોવી જોઈએ
- Advertisement -
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ થેલેસેમિયા બાબતે જણાવ્યું હતું કે, દરેકે થેલેસિમિયાનો રિપોર્ટ કરવો જરૂરી છે જેથી કરીને આ રોગને યોગ્ય સમયે ડામી શકાય જ્યારે દરેક વ્યક્તિને પોતાના બ્લડ ગૃપની જાણકારી હોવી પણ આવશ્યક છે થેલેસેમિયા નાબૂદી માટે એક કેમ્પેઈન પણ ચલાવવમાં આવશે.


