ટોપ 100માં ભારતનું એક પણ શહેર નહીં
ખાસ-ખબર સંવાદદાતા
ક્યુએસ બેસ્ટ સ્ટુડન્ટ સિટિઝ રેન્કિંગની 11મી આવૃત્તિ જાહેર થઈ ગઈ છે. દુનિયાભરનાં શહેરોમાં વિદ્યાર્થીઓ માટે લંડન સૌથી શ્રેષ્ઠ શહેર છે. સતત પાંચમા વર્ષે લંડન આ યાદીમાં મોખરાના સ્થાને છે. એ પછી ટોક્યો, સિઓલ, મેલબોર્ન અને મ્યુનિક છે.
- Advertisement -
ટોચનાં 100 શહેરોની યાદીમાં ભારતનું એક પણ શહેર નથી. જોકે રેન્કિંગમાં 118મા ક્રમ સાથે મુંબઈ ભણવા માટે દેશનું સૌથી ઉત્તમ શહેર છે. તેની એફોર્ડેબિલિટી રેન્ક 21 છે. ડિઝાયરેબિલિટી રેન્ક 134 અને એમ્પ્લોયર એક્ટિવિટ રેન્ક 53 છે. લિસ્ટમાં સામેલ ત્રણ અન્ય શહેરો કરતાં મુંબઈ આગળ છે. મુંબઈ પછીના ક્રમે ક્રમશ: દિલ્હી, બેંગલુરુ અને ચેન્નઈ છે.
ભારતીય શહેરોમાં દિલ્હીને સૌથી ઊંચો એટલે કે 63મો રેન્ક મળ્યો છે. દિલ્હીની શિક્ષણ સંસ્થાઓમાં આઇઆઇટી દિલ્હી, દિલ્હી યુનિવર્સિટી, જેએનયુ, જામિયા મિલિયાના સારા દેખાવને કારણે શહેરને આ રેન્ક મળ્યો છે.
ઇન્ડોનેશિયામાં સૌથી સસ્તાં શહેર, બોસ્ટન ટોપ 10માં સામેલ
વિશ્વનાં 10 બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝમાં 2-2 જર્મની અને ઓસ્ટ્રેલિયાના છે. બોસ્ટન આ વર્ષે ફરી ટોપ-10 શહેરોમાં સામેલ છે. કેનેડા અને યુએસનાં 3-3 શહેર ટોપ 20 સ્ટુડન્ટ સિટીઝમાં સામેલ છે. 23 યુનિવર્સિટી સાથે સિઓલ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં પહેલા ક્રમે છે. ટોક્યો દુનિયાભરમાં એમ્પ્લોયર એક્ટિવિટીમાં મોખરે છે. એ પછી સિઓલ તથા બોસ્ટનનો ક્રમ છે. જ્યારે ઇન્ડોનેશિયાનું યોગ્યકાર્તા શહેર ભણવા માટે સૌથી સસ્તું છે.