એપ્લિકેશનમાં ક્લિક કરતા વોટ્સઅપમાં IDની ઓફર : આ પ્રકારના સટ્ટાની જાણ થતા કપ બંધ કરાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં બુકીઓના સટ્ટાની નવી ટેકનિક સામે આવી છે. જેમાં ચાના કપમાં સટ્ટાની એપ્લિકેશનનો ચછ કોડ જોવા મળ્યો છે. તેમજ એપ્લિકેશનમાં ક્લિક કરતા વોટ્સઅપમાં ઈંઉની ઓફર જોવા મળી છે. તેથી આ પ્રકારના સટ્ટાની જાણ થતા કપ બંધ કરવામાં આવ્યા છે.
સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરશે. તથા અઈઙ ભરત બસિયા દ્વારા ઙજઈંને તપાસ સોંપવામાં આવી છે. જેમાં કપ કોણ મૂકી ગયું તે મામલે તપાસ હાથ ધરાશે. ટી-પોસ્ટના કપમાં સટ્ટાના આઈડીનો મામલે સામે આવ્યો છે. રાજકોટના ચાના કેફની અંદર પીરસવામાં આવતા કપમાં ચછ કોડ દ્વારા ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની વિગત સામે આવી છે. ચાના કપમાં અલગ અલગ ક્રિકેટના સટ્ટાને લગતી સાઇટ ચછ કોડ દ્વારા ખુલી જતી હતી.
રાજકોટના અલગ અલગ ચાના કાફેમાં કોઈ વ્યક્તિ જાહેરાત માટે કપ આપી ગયો હોવાની વિગતો સામે આવી છે. કપમાં રહેલો ક્યુઆર કોડ સ્કેન થતા જ એક સાઈટ ખુલી જતી અને તેમાં ક્રિકેટ તેમજ અન્ય રમતને લગતી આઇડી આપવામાં આવતી હતી. જેના દ્વારા કોડ સ્કેન કરનાર પોતાની ઈચ્છા મુજબ બેટિંગ લગાવી શકતો હતો. આ મામલે ટી પોસ્ટ કાફેનો સંપર્ક કર્યો હતો અને તેના સ્ટાફે આવા કપ આવ્યા હોવાનું અને બેથી ત્રણ દિવસમાં કપ હટાવી લીધાનું પણ જણાવ્યું છે. જોકે આ મામલે સાઇબર ક્રાઈમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.