રશિયાએ યુક્રેન પર બેલેસ્ટિક મિસાઈલ ઝીંકીને ટેસ્ટિંગ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ મોસ્કો, તા.23
યુક્રેન પર મિસાઈલ હુમલાના કલાકો બાદ જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અચાનક દેશને સંબોધન કર્યું હતું. રોઇટર્સ મુજબ, તેમણે કહ્યું કે રશિયાએ પશ્ર્ચિમી હુમલાના જવાબમાં ’નવી’ ઈન્ટરમીડિએટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું છે. પુતિને કહ્યું કે અમારા પર હુમલો કરનારા પર અમને હુમલો કરવાનો અધિકાર છે.
- Advertisement -
પુતિને આ મિસાઈલનું નામ ’ઓરેશ્ર્નિક’ રાખ્યું છે. તેમણે કહ્યું કે તે 2.5 થી 3 કિમી પ્રતિ સેક્ધડની ઝડપે ટાર્ગેટ પર હુમલો કરે છે. પુતિને પશ્ર્ચિમી દેશોને ચેતવણી આપી હતી કે મોસ્કો યુક્રેનને મદદ કરતા કોઈપણ દેશના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરી શકે છે.રશિયાએ ગુરુવારે સવારે યુક્રેનના નિપ્રો શહેર પર ઘાતક મિસાઈલથી હુમલો કર્યો હતો. આ અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે રશિયાએ ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલથી હુમલો કર્યો હતો. જોકે, અમેરિકાના અધિકારીઓએ ગઈકાલે ઝેલેન્સકીના દાવાને ફગાવી દીધા હતા.
રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે યુક્રેન યુદ્ધ હવે વૈશ્ર્વિક સંઘર્ષમાં ફેરવાઈ રહ્યું છે. પુતિને કહ્યું કે પશ્ર્ચિમી દેશો યુક્રેનને રશિયન ધરતી પર લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપીને સંકટ વધારી રહ્યું છે. પુતિને કહ્યું કે જો રશિયા હાઈપરસોનિક હથિયારોનો ઉપયોગ કરશે તો તે હુમલા પહેલા ત્યાંના લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાની ચેતવણી આપશે. તેમણે કહ્યું કે અમેરિકન એર ડિફેન્સ સિસ્ટમ ક્યારેય રશિયન મિસાઇલોને રોકવામાં સફળ નહીં થાય. પુતિને એમ પણ કહ્યું કે યુક્રેનને પશ્ર્ચિમી દેશો પાસેથી શસ્ત્રો મળવાથી યુદ્ધના પરિણામ પર કોઈ અસર નહીં પડે.રશિયાએ યુક્રેન પર ઈન્ટરમીડિએટ રેન્જની બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું. આ મિસાઈલનું નામ ’ઓરેશ્ર્નિક’ છે. તેની સ્પીડ 2.5 થી 3 કિમી પ્રતિ સેક્ધડ છે.