-યુક્રેનના સ્પે.મીલીટ્રી ઓપરેશનમાં પ્રમુખ વ્યસ્ત
યુક્રેન યુદ્ધ સહિત વિવાદમાં ઘેરાયેલા રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીન G20 દેશોની શિખર પરિષદમાં ભાગ લેવા ભારત આવશે નહી. પ્રમુખના પ્રવકતાએ જણાવ્યું કે યુક્રેનમાં જે ‘સ્પેશિયલ-મિલીટ્રી-ઓપરેશન’ ચાલે છે તે સ્થિતિમાં તેઓ G20 દેશોની શિખર પરિષદમાં વ્યક્તિગત રીતે હાજરી આપી શકશે નહી. તેમના બદલે રશિયાના પ્રતિનિધિ તરીકે કોણ હાજરી આપશે તે હવે નિશ્ચિત કરવામાં આવશે.
- Advertisement -
છેલ્લે પુટીને 2019માં મોસાકામાંG20 દેશોની શિખર પરિષદમાં હાજરી આપી હતી પણ 2022ના બાલી સંમેલનમાં હાજર રહ્યા ન હતા અને તેમના બદલે રશિયાના વિદેશ મંત્રીએ હાજરી આપી હતી. પુટીને હાલમાંજ જોહનીસબર્ગમાં ‘બ્રીકસ’ બેઠકમાં હાજરી આપી ન હતી. પુટીન સામે યુક્રેન યુદ્ધ બદલ ઈન્ટરનેશનલ ક્રિમીનલ કોર્ટએ માર્ચ માસમાં ધરપકડ વોરેન્ટ ઈસ્યુ કર્યુ છે.
બીજી તરફ G20 શિખર પરિષદ જે નવી દિલ્હીમાં યોજાનાર છે તે તા.9-10 સપ્ટેમ્બરના રોજ નવનિર્મિત ભારત મંડલમ સેન્ટર (પ્રગતિ મેદાન)માં યોજાશે.