રશિયા અને યૂક્રેન યુદ્ધને હવે બે વર્ષ પૂર્ણ થઇ ગયા છે. જેની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો એખ ઇન્ટવ્યુ હાલમાં ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તેમણે સ્પષ્ટતા કરી કે, રશિયા હવે યુક્રેન સાથેના યુદ્ધથી પાછળ હટી શકે નહીં. હાલમાં જ અમેરિકી સાંસદની સામે ટેસ્લા અને સ્પોસએક્સ જેવી કંપનીઓના માલિક એલન મસ્કે પણ આ વાત કહી હતી. મસ્કે જણાવ્યું કે, તેમની કોઇ સંભાવના નથી કે વ્લાદિમીર પુતિન યુક્રેનના યુદ્ધમાં હારી જશે.
દુનિયાના બીજા નંબરના સૌથી ધનવાન મસ્કે પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સના સ્પેસેજમાં આ વાતનો દાવો કર્યો હતો. તેમની સાથે કેટલાક સીનેટર્સ પણ સામેલ હતા, જે આ વાત પર ચર્ચા કરી રહ્યા હતા કે રશિયાની સામે યુક્રેનને આર્થિક મદદ આપવાનો નિર્ણય સાચો છે કે ખોટો. જે સાંસદોએ આના પર ચર્ચામાં ભાગ લીધો, તેમાં વિસકોન્સિન્સના રોન જોનસન, ઓહાયોના જેડીવાન્સ, યૂટાહના માઇક લીના સવિય વિવેક રામાસ્વામી અને ક્રાફ્ટ વેંચર્સના સહ-સંસ્થાપક ડેવિડ સેક્સ સામેલ હતા.
- Advertisement -
મસ્કે વધુમાં જણાવ્યું કે, પુતિન પર પહેલા જ યુક્રેનના યુદ્ધને ચાલુ રાખવા માટે ભારે દબાણ છે. તેઓ પાછળ હટયા છે તો તેમની હત્યા થઇ શકે છે. તેમણે સાફ કહ્યું છે કે, તેમને પુતિનના સમર્થનમાં નિવેદન આપનાર માનવામાં આવે છે, પરંતુ એવું નથી. તેમની કંપનીએ રશિયાને પાછળ ધકેલવા માટે જેટલું કર્યુ છે, તેટલું કોઇએ કર્યું નથી. આ દરમ્યાન તેમણે યુક્રેનવાસિઓને આપવામાં આવનારી સ્ટારલિંગ ઇન્ટરનેટ સેવાનો પણ ઉલ્લેખ કર્યો, જેના માધ્યમથી યૂક્રેની સેના રશિયાની સામે સરળતાથી સંચાર વ્યવસ્થા રાખી શકે છે.