યુક્રેન પર આક્રમણ પુર્વે જ અમેરિકા અને યુરોપના દેશોએ રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીનને આ યુદ્ધ નહી કરવા ચેતવણી આપી હતી પણ પુટીને વિશ્વની મહાસતા સહિતના દેશોને યુક્રેનથી દૂર જ રહેવા વળતી ચેતવણી સાથે બ્રિટનના તે સમયના વડાપ્રધાન બોરીસ જોન્સનને તો તેને મિસાઈલથી ઉડાડી દેવાની ધમકી આપી હતી. બ્રિટીશ ચેનલ બીબીસીને આપેલી એક મુલાકાતમાં બોરીસ જોન્સને આ ઘટ્ટસ્ફોટ કર્યો છે.
બીબીસીને ડોકયુમેન્ટ્રીમાં એક મુલાકાતમાં બોરીસ જોન્સને કહ્યું કે ગત વર્ષ તા.24 ફેબ્રુઆરીના રોજ આક્રમણના પુર્વ બોરીસ જોન્સન અને વ્લાદીમીર પુટીન વચ્ચે ટેલિફોનિક વાતચીત સમયે પુટીને એવું કહ્યુંકે બોરીસ, હું તમોને કોઈ ઈજા પહોંચાડવા નથી માંગતો પણ એક મિસાઈલથી હું એ કરી શકું છું અને તેનામાટે ફકત એક મીનીટ કે તેથી થોડો સમયજ લાગશે.
- Advertisement -
વાસ્તવમાં યુક્રેનને ‘નાટો’માં સામેલ કરવા સામે રશિયાનો વિરોધ હતો અને બોરીસ જોન્સને તેમાં યુક્રેન કોઈ ઝડપથી સામેલ થશે નહી તેવી ખાતરી આપવા પ્રયાસ કર્યો પણ પુટીનને તે સ્વીકાર્યુ ન હતું.