રશિયાએ યુક્રેન પર તેણે 367 ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને હુમલો કર્યો છે, જેના કારણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.26
- Advertisement -
રશિયાએ ફરી એકવાર યુક્રેન પર મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરીને અત્યાર સુધીના સૌથી મોટા હવાઈ હુમલો કર્યો છે. અહેવાલો અનુસાર, રશિયાએ યુક્રેન પર તેણે 367 ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને હુમલો કર્યો છે. જેના કારણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે. ટ્રમ્પ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી ગુસ્સે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું – ’મારા હંમેશા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ખૂબ સારા સંબંધો રહ્યા છે, પરંતુ તેમની સાથે કંઈક એવું બન્યું છે કે તેઓ એકદમ પાગલ થઈ ગયા છે. પુતિન ઘણા લોકોને બિનજરૂરી રીતે મારી રહ્યા છે. યુક્રેનિયન શહેરો પર કોઈ કારણ વગર મિસાઈલ અને ડ્રોન છોડવામાં આવી રહ્યા છે.’ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ’હું પુતિનના કામથી ખુશ નથી. હું તેમને લાંબા સમયથી ઓળખું છું, હું હંમેશા તેમની સાથે રહ્યો છું, પરંતુ તે શહેરોમાં રોકેટ ફેંકી રહ્યા છે અને લોકોને મારી રહ્યા છે. મને તે બિલકુલ પસંદ નથી.’ યુક્રેનિયન અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે રશિયાએ ફેબ્રુઆરી 2022 પછી યુક્રેન પર સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં 12 લોકો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે, ’જો પુતિન આખા યુક્રેન પર કબજો કરવા માંગે છે, તો તે રશિયાના પતન તરફ દોરી જશે.’ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની પણ ટીકા કરી છે. ટ્રમ્પે કહ્યું, ’તમારી જે વાતચીત કરવાની રીત છે તેનાથી દેશનું ભલું નહિ થાય. તમારા મોંમાંથી નીકળતી દરેક વસ્તુ સમસ્યાઓનું કારણ બને છે, મને એ યોગ્ય નથી લાગતું. તેને રોકવું જોઈએ.’રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના હેલિકોપ્ટરને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. રશિયન વાયુસેનાના મેજર જનરલ યુરી ડેશકિનના જણાવ્યા અનુસાર, પુતિન 20 મેના રોજ કુસ્ર્કની મુલાકાતે ગયા હતા.ડેશકિનને કહ્યું હતું કે આ દરમિયાન યુક્રેનિયન વાયુસેનાએ પુતિનના હેલિકોપ્ટર પર 46 ડ્રોનથી હુમલો કર્યો હતો, પરંતુ અમે બધાં ડ્રોનને તોડી પાડ્યાં. અમે એકસાથે અનેક ડ્રોન સામે મુકાબલો કર્યો અને રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરની સુરક્ષા સુનિશ્ચિત કરી.કુર્સ્ક એ જ જગ્યા છે, જ્યાં ગયા વર્ષે ઓગસ્ટમાં યુક્રેનિયન સેનાએ અચાનક હુમલો કર્યો હતો અને 1,100 ચોરસ કિલોમીટરનો વિસ્તાર કબજે કર્યો હતો.આ હુમલો ખૂબ જ ખાસ હતો, કારણ કે બીજા વિશ્વયુદ્ધ પછી પહેલીવાર કોઈ વિદેશી સેનાએ રશિયન ભૂમિ પર હુમલો કર્યો હતો. આ વિસ્તારની મુલાકાત લેતી વખતે પુતિને કહ્યું હતું કે હવે આ જમીન ફરીથી રશિયાના નિયંત્રણમાં છે. તેમણે અહીં લેન્ડમાઈન દૂર કરવા માટે વધુ સૈનિકો મોકલવાનો પણ આદેશ આપ્યો, જેથી લોકો તેમના ઘરે પાછા ફરી શકે, જોકે યુક્રેનનું કહેવું છે કે તેના સૈનિકો હજુ પણ આ વિસ્તારમાં હાજર છે અને લડાઈ ચાલુ છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે તેમની સેના કુર્સ્ક અને બેલ્ગોરોડ જેવા વિસ્તારોમાં રશિયા વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.
ટ્રમ્પની ટેરિફ નીતિ: અમેરિકામાં કપડાંથી લઈને વાહનોના ભાવ વધશે
- Advertisement -
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ અમેરિક્ધસ પર જ ભારે પડી રહી છે. ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફના કારણે અમેરિકામાં વસતાં લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. કંપનીઓએ ટેરિફનો બોજો સીધો ગ્રાહકો પર નાખવાની જાહેરાત કરી છે. પરિણામે ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચવાની ભીતિ વધી છે. કપડાંથી માંડી વાહનોના ભાવ વધવાની ચીમકી કંપનીઓએ આપી છે. વોલમાર્ટ, ફોર્ડ, બેસ્ટ બાય, મેટલ, શીન અને ટેમુ જેવી મોટી કંપનીઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ ટેરિફનો ખર્ચ પોતે ઉઠાવશે નહીં. પેમ્પર્સ અને ટાઇડ જેવી બ્રાન્ડ્સ બનાવતી પ્રોક્ટર એન્ડ ગેમ્બલે પણ કેટલીક પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જ્યારે સ્ટેનલી બ્લેક એન્ડ ડેકરે એપ્રિલમાં સરેરાશ 7-9 ટકા ભાવમાં વધારો કર્યો હતો. વર્ષના અંતમાં તેમાં વધુ વધારો થવાની શક્યતા છે.
વોલમાર્ટ: વોલમાર્ટે 15 એપ્રિલના રોજ જણાવ્યું હતું કે, ચીનમાંથી આવતી પ્રોડક્ટ્સ પર ટ્રમ્પનો ટેરિફ ખૂબ વધુ હોવાથી કિંમતોમાં વધારો કરવો પડશે. મે મહિનાના અંતથી ભાવમાં વધારો લાગૂ થશે. જો ટેરિફ યથાવત રહ્યો તો જૂનમાં ભાવ વધુ વધી શકે છે.
ખફિિંંયહ: ખફિિંંયહએ 6 મે, 2025ના રોજ જણાવ્યું હતું કે, અમારી 40-50 ટકા પ્રોડક્ટ્સ હાલ 20 ડોલર કે તેનાથી ઓછા ભાવમાં ઉપલબ્ધ રહેશે. પરંતુ બાકીની પ્રોડક્ટ્સના ભાવ વધશે. ટ્રમ્પે ખફિિંંયહને ચીમકી પણ આપી છે કે, તે તેના રમકડાં પર 100 ટકા ટેરિફ લાદશે.
બેસ્ટ બાય: ઇલેક્ટ્રોનિક્સ રિટેલર બેસ્ટ બાયે જણાવ્યું હતું કે, સપ્લાયર્સ હવે ટેરિફનો ખર્ચ અમારા માથે નાખી રહ્યા છે, જેનો બોજો અમે ગ્રાહકો પર નાખીશું. કિંમતોમાં વધારો કરીશું. જજ્ઞક્ષુએ પણ ટેરિફનો બોજો ગ્રાહકો પર લાદવાની શક્યતા જણાવી હતી.
જવયશક્ષ અને ઝયળી: આ ચીની કંપનીઓને અગાઉ 800થી ઓછી કિંમતની પ્રોડક્ટ્સ પર છૂટ મળતી હતી, જેને ટ્રમ્પે દૂર કરી હતી. જેથી આ કંપનીઓએ 25 એપ્રિલથી કિંમતોમાં વધારો કર્યો છે.
કારના ભાવ 2થી 3 ટકા વધશે: ફોર્ડે વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં ગાડીના ભાવ 1.5 ટકા સુધી વધારવાનો અંદાજ આપ્યો છે. જ્યારે સુબારૂએ પણ ભાવમાં વધારો કરવાની શક્યતા જણાવી છે. અમેરિકાની કાર મેકર્સ કારના ભાવમાં 2થી 3 ટકા સુધીનો વધારો કરી શકે છે.