પુતિન 23 વર્ષ બાદ નોર્થ કોરિયાની મુલાકાતે જશે: કિમ જોંગ ઉને આમંત્રણ આપ્યું
કિમે પણ પુતિનેને ગન આપી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બુધવારે વોલોદિવોસ્તોકમાં નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમજોંગ ઉનને મળ્યા હતા. બંને નેતાઓ અહીં ખૂબ જ જોશ અને જુસ્સા સાથે એકબીજાને મળ્યા હતા. બંને વચ્ચે 40 સેક્ધડનો હેન્ડશેક થયો હતો. અલજઝીરાના અહેવાલ મુજબ મીટિંગ બાદ કિમ જોંગ ઉન અને પુતિને એકબીજાને રાઈફલ ભેટમાં આપી હતી. પુતિને કિમ જોંગ ઉનને સ્પેસમાં પહેરવામાં આવતા ગ્લોવ પણ ભેટમાં આપ્યા હતા.તે રશિયન અવકાશયાત્રીએ સ્પેસ વિઝિટ દરમિયાન પહેર્યા હતા. આ માહિતી ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવ દ્વારા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે કિમ જોંગ ઉને નોર્થ કોરિયામાં બનેલી ઘણી વસ્તુઓ પુતિનને ભેટમાં આપી હતી, જેમાં એક ગન પણ સામેલ હતી.
સરમુખત્યાર કિમ જોંગ ઉને પુતિનને નોર્થ કોરિયાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું, જેનો રશિયાએ સ્વીકાર કર્યો છે. અગાઉ પુતિન 2000માં નોર્થ કોરિયાની મુલાકાતે ગયા હતા. ત્યારબાદ તેમણે કિમ જોંગ ઉનના બીમાર પિતા કિમ જોંગ ઈલના સ્વાસ્થ્ય વિશે પૂછયું હતું. જો પુતિન આ વર્ષે નોર્થ કોરિયા જાય છે તો 23 વર્ષ પછી તેમની નોર્થ કોરિયાની મુલાકાત હશે. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પુતિનની મુલાકાત પહેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ ઓક્ટોબરમાં નોર્થ કોરિયાની મુલાકાત લેશે. કિમ જોંગ ઉનને મળ્યા બાદ પુતિને એક રશિયન કહેવત ટાંકીને કહ્યું- એક જૂનો મિત્ર બે નવા મિત્રો કરતાં સારો છે. ખરેખરમાં, કોરિયન યુદ્ધથી સોવિયત સંઘ અને નોર્થ કોરિયા વચ્ચે સારા સંબંધો છે. યુદ્ધ દરમિયાન સોવિયેત સંઘે નોર્થ કોરિયાને ટેકો આપ્યો હતો.
વિદેશ મામલાના નિષ્ણાત અને દક્ષિણ કોરિયાના પૂર્વ સાંસદ કિમ જોંગ ડે કહે છે કે રશિયા-નોર્થ કોરિયાની મિત્રતાનો આ બીજો અધ્યાય છે. હવે નોર્થ કોરિયા યુક્રેનમાં યુદ્ધ લડવામાં રશિયાને સાથ આપશે. રશિયા યુદ્ધના મેદાનમાં નોર્થ કોરિયાના શેલનું પરીક્ષણ કરી ચૂક્યું છે. હવે તે તેમનો ઉપયોગ વધારવા માટે તૈયાર છે.
- Advertisement -
કિમ જોંગના જતાં રશિયાની મોટી કાર્યવાહી
બે અમેરિકી રાજદ્વારીઓને 7 દિવસમાં દેશ છોડવા આદેશ
ખાસ-ખબર સંવાદદાતા
રશિયાના વિદેશ મંત્રાલયે અમેરિકાના બે રાજદ્વારીઓને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ અનિચ્છનીય વ્યક્તિ ગણાવ્યા હતા અને તેમને સાત દિવસમાં દેશ છોડી જતા રહેવાનો આદેશ કર્યો હતો. રશિયાના મંત્રાલયે એક નિવેદનમાં આરોપ મૂક્યો કે રશિયામાં અમેરિકી દૂતાવાસના પ્રથમ સચિવ જેફ્રે સિલિન અને દ્વિતીય સચિવ ડેવિન બર્નસ્ટીન વ્લાદિવોસ્તોકમાં અમેરિકી દૂતાવાસના એ પૂર્વ કર્મચારીના સંપર્કમાં હતા જેની આ વર્ષની શરૂૂઆતમાં ધરપકડ કરાઈ હતી. અમેરિકી રાજદ્વારીઓ પર પૂર્વ કર્મચારી દ્વારા જાસૂસી કરાવવાનો આરોપ પણ લગાવાયો છે. પૂર્વ કર્મચારી શોનોવ પર યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી તથા સંબંધિત મુદ્દાઓ વિશે અમેરિકી રાજદ્વારીઓ માટે સૂચન એકઠી કરવાનો આરોપ છે. શોનોવ 25 વર્ષથી વધુ સમય સુધી પૂર્વ શહેર વ્લાદિવોસ્તોકમાં અમેરિકી મહાવાણિજ્ય દૂતાવાસમાં પેરોલ પર કાર્યરત હતો. મોસ્કોએ 2021માં મિશનના સ્થાનિક કર્મચારીઓને બરતરફ કરવાનો આદેશ આપ્યો હતો. રશિયામાં અમેરિકી રાજદૂત લિન ટ્રેસીને સમન્સ પાઠવીને તેમને સિલિન તથા બર્નસ્ટીનને બરતરફ કરવાની જાણ કરાઈ હતી. તેના જવાબમાં મોસ્કોમાં અમેરિકી દૂતાવાસે એક નિવેદન જારી કરી રહ્યું કે અમેરિકી સરકાર જલદી જ આ મામલે યોગ્ય જવાબ આપશે.