કાયદેઆઝમ પુરૂષોત્તમ પીપરીયાનો આજે જન્મદિવસ
ડો.પુરુષોત્તમ પીપરીયાએ બેંકિંગ વિષય ઉપર આશરે 100થી વધારે લેખ/બુક લખીને સહકારી ક્ષ્ોત્રેની સંસ્થાઓને વિનામૂલ્યે પ્રદાન કરી ઐતિહાસિક સિધ્ધિ પ્રાપ્ત કરેલ છે
આરસીસી બેંકના સીઇઓ ડો.પુરુષોત્તમ પીપરીયાની ફરજના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષ્ાાના 7પ ઉપરાંત એવોર્ડસ અને પ્રમાણપત્ર પ્રાપ્ત થયાં છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ધિ રાજકોટ કોમર્શિયલ કોઢઓપરેટીવ બેંક લી. ના સીઇઓ જેણે અનેક ક્ષ્ોત્રોમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે તેવા ડો. પુરુષોત્તમ પપિપરીયા જેને સમાજે કાયદેઆઝમ તરીકેના ઉપનામથી નવાજેલ છે, તેઓ તેમની જીવન યાત્રાના 64 વર્ષ પુરા કરી 6પ ના વર્ષમાં યશસ્વી અને ઝળહળતી કારકીર્દી સાથે પ્રવેશી રહૃાા છે.
ડો.પુરુષોત્તમ પપિપરીયા ભારત સરકારની ઓડિટ ક્ષ્ોત્રેની સંસ્થા એકાઉન્ટ જનરલની ગુજરાત ક્ષ્ોત્રેની સલાહકાર સમીતીમાં સેવા આપી રહૃાા હોવાની સાથોસાથ રાજકોટની ખ્યાતનામ આરસીસી બેંકના સીઇઓ, સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કોઢઓપરેટીવ બેંક્સ ફેડરેશનના સીઇઓ, સાધુ વાસવાણી હોસ્પીટલના સીઇઓ, માતુશ્રી વિરબાઇમાં મહિલા સાયન્સ એન્ડ હોમ સાયન્સ કોલેજના સીઇઓ, શ્રી સદગુરૂ સદન ટ્રસ્ટના કોઢઓર્ડિનેટર, શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પીટલના કોઢઓર્ડિનેટર, જંકશન પ્લોટ હાઉસીંગ કોઢઓપરેટીવ સોસાયટીના સીઇઓ તરીકે ફરજ બજાવી 6પ વર્ષની વયોવૃધ્ધ ઉંમરે પણ રોજ 1ર કલાક સતત કાર્યરત રહે છે.
આ અગાઉ પણ મીનાબેન જયંતિલાલ કુંડલીયા ચેરીટેબલ ટ્રસ્ટના પૂર્વ મંત્રી તરીકે, ભક્તિ આશ્રમ ટ્રસ્ટના મંત્રી તરીકે, રાજકોટ લોહાણા મહાજના ટ્રસ્ટના કોઢઓર્ડિનેટર તરીકે તેમજ ધિ કોઢઓપરેટીવ બેંક ઓફ રાજકોટ (રાજ બેંક) ના ડેપ્યુટેશન ઉપરના પૂર્વ સીઇઓ તરીકેની સફળતાપૂર્વક ફરજ બજાવી તે તેમની યશસ્વી કારકીર્દી ઉજાગર કરે છે.
રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીઝ સહિત અનેક સંસ્થાના બંધારણના ઘડવૈયા તરીકે આગવી ઓળખ ઉભી કરનાર ડો.પુરુષોત્તમ પીપરીયાએ ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટ, ધિ કોઢઓપરેટીવ બેંક ઓફ રાજકોટ (રાજ બેંક), ધિ વેરાવળ પિપલ્સ કોઢઓપરેટીવ બેંક લી., ધિ રાજકોટ કોમર્શિયલ કોઢઓપરેટીવ બેંક લી. સહિત અનેક સંસ્થામાં ચૂંટણી અધિકારી તરીકે કાર્યરત રહી ચૂંટણીનું નિર્વિવાદ સફળતાપૂર્વક સંચાલન કરેલ છે.
બેંકિંગ ક્ષ્ોત્રે કલાર્કમાંથી સીધા જ સીઇઓ તરીકે પસંદ થનાર ડો.પુરુષોત્તમ પીપરીયાએ 1000 ઉપરાંત બેંકિંગ ક્ષ્ોત્રેના સેમીનારમાં વિવિધ સહકારી બેંકોના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને કિઢનોટ સ્પીકર તરીકે ટ્રેનીંગ આપી છે અને આપી રહૃાા છે તેમજ વિવિધ મેગા ઇવેન્ટસોમાં ડો. પુરુષોત્તમ પીપરીયાની જ્યુરી તરીકે પણ નિમણુંક થયેલ છે. આ ઉપરાંત ડો.પુરુષોત્તમ પીપરીયાએ બેંકિંગ વિષય ઉપર આશરે 100 થી વધારે લેખ/બુક લખીને સહકારી ક્ષ્ોત્રેની સંસ્થાઓને વિનામૂલ્યે પ્રદાન કરી ઐતિહાસીક સિધ્ધિ પ્રાપ્ત કરેલ છે. ડો.પુરુષોત્તમ પપિપરીયા સામાજીક અને વ્યવસાયીક ક્ષ્ોત્રે લવાદ તરીકેની સફળ ભુમિકા ભજવી કરોડો રૂપિયાના કેસોમાં સમાધાન અથવા તો નિવેડા ારા તકરારનો અંત લાવવામાં સફળ રહૃાા છે તે પૈકી મેરેજ ડિસ્પ્યુટ, કૌટુંબિક વહેંચણીઓ, ચૂંટણીઓ સહિતની સામાજીક જવાબદારીઓ પણ નિભાવેલ છે.
થોકબંધ શૈક્ષ્ાણિક ડિગ્રીઓ ધરાવતા ડો.પુરુષોત્તમ પીપરીયાની ફરજના કાર્યકાળ દરમિયાન આર.સી.સી. બેંકને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષ્ાાના 7પ ઉપરાંત એવોર્ડસ અને પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલ છે જે ગૌરવવંતી બાબત કહી શકાય.બેંકના વિકાસ અને ગુડ ગર્વનન્સ માટે વિશ્ર્વ ભરની પચાસ ઉપરાંત નામાંક્તિ બેંકોની મુલાકાત લેનાર ડો.પુરુષોત્તમ પપિપરીયા યુરોપ ખંડના ઇટાલી, જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રીયા, સ્વીત્ઝરલેન્ડ, મોનાર્કો, મોન્ટેકાર્લો, નેધરલેન્ડ, ઇંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ, વાડુઝ તેમજ અમેરીકા ખંડના ન્યુર્યોક, ન્યુજર્સી, વોશીંગ્ટન, નાયેગ્રા, ઓર્લેન્ડો, લાસવેગાસ, લોસ એન્જલસ, સનફ્રાન્સીસ્કો, સન લુઇસ, આલાસ્કા, કેનેડા, આફ્રિકાના કેન્યા, તાંઝાનીયા, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, ચાઇના, કૈલાસ, નેપાળ સહિત દુનિયાના સાતેય ખંડના 100 ઉપરાંત દેશ/પ્રાંતના પ્રવાસ કેન્નો પ્રવાસ કરેલ હોવાથી ડો. પુરુષોત્તમ પપિપરીયા વિશ્ર્વ પ્રવાસી તરીકે પણ ઓળખાય છે. કાશ્મીરમાં ચીલ્લાઇ કલ્લાન ની હાડગાળતી ઠંડીમાં અનેક વખત પ્રવાસ કરનાર ડો. પુરુષોત્તમ પીપરીયાએ અમરનાથ યાત્રા અને કૈલાસ માનસરોવર ની યાત્રાઓ કરવા ઉપરાંત એશીયા, યુરોપ, અમેરિકા અને કેનેડાના હિમશિખરો ઉપર માઇનસ ડિગ્રીમાં સેંકડો રાતો વિતાવી હોવાથી મિત્રો ડો. પુરુષોત્તમ પીપરીયાને હિમપુરૂષના હુલામણા નામે સંબોધે છે. ડો.પુરુષોત્તમ પપિપરીયા કહે છે કે બેંકના સંચાલનની જવાબદારી જ્યારે રાજકોટના ભામાશા શેઠશ્રી જયંતિભાઇ કુંડલિયાની પુત્રી ડો.બીનાબેન કુંડલિયા બોર્ડ ઓફ ડિરેકટર્સના માર્ગદર્શન હેઠળ નિભાવી રહૃાા હોય ત્યારે બેંક હરણફાળ ગતિએ પ્રગતિ કરે જ તે સ્વાભાવિક છે. આરસીસી બેંક સમાજના નબળા વર્ગને ઊંચે લાવવામાં વધુને વધુ સેવાઓ પ્રદાન કરી રહી છે તે આનંદની વાત છે.
ડો.પુરુષોત્તમ પીપરીયાના વિશાળ શુભચિંતકો, મીત્રો, ચાહકો અને ગ્રાહકો તરફથી તેમના પર અવીરત રૂબરૂ, ટેલીફોન અને સોશ્યલ મિડીયા મારફત તથા (મો.94ર7ર ર0પ44) પર લાગણી અને અભિનંદનની વર્ષા થઇ રહી છે.