મોરબી જિલ્લામાં મગફળીનું અંદાજિત વાવેતર 72 હજાર હેક્ટર વિસ્તાર, મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.1450 રહેશે; હેક્ટરદીઠ વધુમાં વધુ 125 મણ જથ્થાની ખરીદી કરાશે
જિલ્લામાં અંદાજિત 26 હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે; વેચાણ કેન્દ્રો ખાતે ઈઈઝટ, ાજ્ઞત મશીન વજન કાંટો, ગ્રેડર મોઈશ્ચર મશીન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ; ખેડૂતો માટે પીવાના પાણીની બેસવાની પાર્કિંગની વ્યવસ્થાઓ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.10
સરકાર દ્વારા મગફળીના પાકને ટેકાના ભાવે ખરીદવામાં આવનાર છે. જેના ભાગરૂપે મોરબીમાં મોરબી અને હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે રૂ.1450 પ્રતિ કિલોગ્રામ ના ભાવે ખરીદવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને હેક્ટરદીઠ વધુમાં વધુ 125 મણ જથ્થાની ખરીદી કરાશે.
ખેડૂતોને પોતાની મગફળી કેન્દ્રો પર લાવવા એક દિવસ અગાઉ જખજ દ્વારા જાણ કરવામાં આવશે. દરેક ખેડૂતોને વિનંતી કે પોતાનો જથ્થો સાફ કરીને લાવે જેથી વેચાણ કેન્દ્ર ખાતે ગુણવત્તા માટેની વ્યવસ્થા જળવાઈ રહે. ઉપરાંત મગફળી સુકવીને લાવવી જેથી મગફળી સરકારના ધારા ધોરણ મુજબ આવે.
- Advertisement -
જિલ્લામાં મગફળીનું અંદાજિત વાવેતર 72 હજાર હેક્ટર વિસ્તારમાં કરવામાં આવ્યું છે. જેમાંથી અંદાજિત 26 હજાર ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા રજીસ્ટ્રેશન કરાવેલ છે.
ટેકાના ભાવે મગફળી વેચવા ઉભા કરવામાં આવેલા જિલ્લાના વેચાણ કેન્દ્રો ખાતે સીસીટીવી, ાજ્ઞત મશીન વજન કાંટો, ગ્રેડર મોઈશ્ચર મશીન સહિતની સુવિધાઓ અને ખેડૂતો માટે પીવાના પાણીની બેસવાની પાર્કિંગની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે તેઓ મોરબી જિલ્લા ખેતીવાડી કચેરીની યાદીમાં જણાવ્યું છે.



