રૂ. 4.86 કરોડના ખર્ચે નવા વાહન ખરીદીથી શહેરમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ વેગ મળશે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં સફાઈ વ્યવસ્થા વધુ દૃઢ બને અને નવનિર્મિત વિસ્તારને આવરી લઈ શકાય તે માટે મોટા પગલાં લેવામાં આવ્યા છે. મનપાએ રૂ. 4.86 કરોડના અંદાજિત ખર્ચે 51 નવા સફાઈ વાહનોની ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. આ ખરીદી બાદ શહેરમાં દિન પ્રતિદિન વધતી જતી જનસંખ્યા અને વિસ્તારને સુચારૂ રીતે આવરી લેવાશે. પોરબંદર પાલિકા થી મહાનગરપાલિકા બન્યા બાદ પોરબંદરમાં નજીકના 4 ગામોનો સમાવેશ થવાના કારણે સફાઈ વિસ્તારનું વિસ્તરણ થયું છે. અગાઉ પાલિકા પાસે 28 વાહનો હતાં, જે શહેરમાંથી દરરોજ 100 ટન જેટલો કચરો એકત્ર કરતા હતા. નવા વાહનો ઉમેરાતા શહેરની તમામ વોર્ડ તથા વિસ્તારોમાં દિનચર્યાની કચરાકલેક્શન સેવા વધુ અસરકારક બનશે. મહાનગરપાલિકા કમિશનર એચ.જે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, શહેરને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને સ્વસ્થ રાખવા માટે વાહન સજ્જતા ખુબ જ મહત્વપૂર્ણ છે. નવા વાહનો મળ્યા બાદ દરેક વિસ્તારમાં ઝડપી અને નિયમિત સફાઈ કામગીરી શક્ય બનશે. મનપાની આ પહેલ “સ્વચ્છ ભારત મિશન” અને “મિશન 100%” હેઠળ સુત્રરૂપ સાબિત થશે તેવી શક્યતા છે.
આવતા દિવસોમાં ટેન્ડર પૂર્ણ થતાં સજ્જ વાહનો શહેરમાં કામગીરી માટે તૈનાત કરવામાં આવશે.
- Advertisement -
ખરીદવાળા વાહનોનો વિગતવાર વિગતો
18 નવો ડોર-ટુ-ડોર કચરાકલેક્શન વાન: રૂ. 1.96 કરોડ
2 JCB મશીનો: રૂ. 75 લાખ
2 ડમ્પર (11 ક્યુબેક મીટર ક્ષમતા ધરાવતા): રૂ. 65 લાખ
14 ટ્રેક્ટર તથા 15 ટ્રોલી: રૂ. 1.50 કરોડ