અંતિમ ગ્રુપ મેચમાં પંજાબે મુંબઈને આસાનીથી હરાવ્યુ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
IPL 2025ની 69મી મેચમાં પંજાબ કિંગ્સ 7 વિકેટે મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને પોઈન્ટ્સ ટેબલમાં જી નંબર વનનું સ્થાન મેળવી લીધું છે. મુંબઈએ પહેલાં બેટિંગ કરતાં સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક ફિફટીના આધારે સાત વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. પંજાબે બીજી વિકેટ માટે થયેલી 109 રનની ભાગીદારીની મદદથી ત્રણ વિકેટે 18.3 ઓવરમાં 187 રન ફટકારીને 185 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ટોસ હારીને પહેલાં બેટિંગ કરનાર મુંબઈના ઓપનર્સ રાયન રિકલ્ટન (20 બોલમાં 27 રન) અને રોહિત શર્મા (21 બોલમાં 24 રન) એ પાંચ ઓવરમાં 45 રનની સારી ઔપનિંગ પાર્ટનરશિપ કરી હતી. ત્રીજા ક્રમે આવેલા સૂર્યકુમાર યાદવે (39 બોલમાં 57 રન) બાકીની 15 ઓવર સુધી 6 ચોગ્ગા અને બે છગ્ગા ફટકારીને ટીમની ઇંનિંગ્સ સંભાળી રાખી હતી.
- Advertisement -
સૂર્યકુમારે પાંચમી વિકેટ માટે કેપ્ટન હાર્દિક પંડયા (15 બોલમાં 26 રન) સાથે 44 રન અને છઠ્ઠી વિકેટ માટે નમન ધીર (12 બોલમાં 20 રન) સાથે 31 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 184 રન સુધી પહોંચાડ્યો હતો. પંજાબ તરફથી ફાસ્ટ બોલર્સ અર્શદીપ સિંહ (28 રનમાં બે વિકેટ) અને માર્કો યાન્સેને (34 રનમાં બે વિકેટ) સૌથી પ્રભાવશાળી બોલિંગ કરી હતી.પંજાબના બેટિંગ યુનિટે પહેલા બોલથી જ મુંબઈના આક્રમક બોલિંગ યુનિટ સામે દબદબો જાળવી રાખ્યો હતો. ઓપનર પ્રિયાંશ આર્ય (35 બોલમાં દર રન) અને વિકેટકીપર-બેટર જોશ ઇંગ્લિસે (42 બોલમાં 73 રન) બીજી વિકેટ માટે 59 બોલમાં 109 રનની પાર્ટનરશિપ કરીને જીત સુનિશ્ચિત કરી હતી.કેપ્ટન શ્રેયસ ઐયરે (16 બોલમાં 26 રન અણનમ) વિનિંગ સિક્સર ફટકારીને પંજાબનું ટોપ ટૂમાં સ્થાન મજબૂત કર્યું હતું. મુંબઈ માટે સાત બોલર્સમાંથી સ્પિનર મિચલ સેન્ટર (41 રનમાં બે વિકેટ) અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (23 રનમાં એક વિકેટ)ને જ સફળતા મળી હતી.