પંજાબના માનસામાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન હોબાળો મચી ગયો, ખેડૂતો અને પોલીસ વચ્ચેની અથડામણમાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જયારે કેટલાક ખેડૂતોને ઈજા પહોંચી હોવાના પણ અહેવાલ છે. પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો, જેની સામે ખેડૂતોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. અથડામણમાં ત્રણ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અને અન્ય કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
અહેવાલ મુજબ અથડામણમાં એક SHOના બંને હાથ ભાંગી ગયા છે. બીજી તરફ કેટલાક ખેડૂતો પણ ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- Advertisement -
આ મામલે ઉઠ્યા વિરોધના સુર:
અહેવાલ મુજબ ગુજરાત ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટને સામે ખેડૂતો સરકાર સાથે અસંમત છે, ખેડૂતોએ માનસાથી લેલેવાલા સુધી કૂચ કરી હતી. લેલેવાલા ગામમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ દરમિયાન ખેડૂતો અને પોલીસ અધિકારીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા.
પોલીસનું કહેવું છે કે ખેડૂતો ઉશ્કેરાઈ ગયા તો તેઓએ લાઠીચાર્જ કરવો પડ્યો. એક એસએચઓ ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેના બંને હાથે ગંભીર ઈજાઓ થઈ છે. અથડામણ દરમિયાન બે અન્ય પોલીસ સ્ટેશન અધિકારીઓ અને ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
પોલીસ સ્ટેન્ડબાય પર:
આ ઘટના મોડી રાત્રે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર હાલ ઘટનાસ્થળે શાંતિ છે. આ વિસ્તારમાં પોલીસ હજુ પણ સ્ટેન્ડ બાય પર છે. તમામ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
- Advertisement -
ખેડૂતોની દિલ્હી માર્ચ:
ખેડૂતો પોતાની વિવિધ માંગો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આવતીકાલે ખેડૂતો પંજાબની સરહદોથી ફરી દિલ્હી સુધી કૂચ કરશે. કોંગ્રેસના કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બજરંગ પુનિયાનું કહેવું છે કે હરિયાણા સરકાર ખેડૂતોને દિલ્હી જતા રોકી રહી છે.