– સદનસીબે મોટો કાફલો પાછળ હતો
જવાનોના વાહન પર ગોળીબાર થયો તેમાં ચાઈનીઝ બુલેટનો ઉપયોગ: નવી ચિંતા
- Advertisement -
કાશ્મીરમાં પુંછ જીલ્લામાં ગઈકાલે ભારતીય સૈન્યના એક વાહન પર થયેલા હુમલા અને પાંચ જવાનોનો શહીદીથી ફરી એક વખત પુલવામા જેવા હુમલાથી અનેક પ્રશ્નો સર્જાયા છે. પુંછ અને રાજૌરીને જોડતા માર્ગ પર એક તરફ ભારે વરસાદ અને માર્ગ પર સાવ ઓછો વાહન વ્યવહાર હતો તેનો ફાયદો ત્રાસવાદીઓએ ઉઠાવ્યો પહેલા ગોળીબાર કરી આર્મીના વાહનને ઉભા રહેવાની ફરજ પાડી હશે.
બાદમાં અત્યંત શક્તિશાળી ગ્રેનેડથી હુમલો કરવામાં આવતા સમગ્ર વાહનમાં એક જબરો વિસ્ફોટ થયો અને પાંચ જવાનોના મોત થયા હતા. ખાસ કરીને જે એકે-47 બુલેટ દાગવામાં આવી હતી તે ચીની બનાવટની હોવાનું જાહેર થતા હવે ત્રાસવાદીઓને ખાસ કરીને ચીની હથિયાર અને દારૂગોળો પણ મળી રહ્યો હોવાનું અને તે પાકના માર્ગેજ આપ્યો છે કે પછી કોઈ નવી ચેનલ ખુલી છે તેની તપાસ પણ શરૂ થશે.
આ જવાનો રાષ્ટ્રીય રાઈફલ્સના હતા અને તેઓ પેટ્રોલિંગ પર હતા. વરસાદના કારણે આગળ અને આજુબાજુના વિઝીબીલીટી ઘટી હતી અને આતંકીઓએ અગાઉ જણાવ્યું કે યોજના બનાવી હોય તે રીતે આ હુમલો કર્યો હતો.
- Advertisement -
ગઈકાલના આ હુમલાથી એ નિશ્ચિત થયું છે કે, ત્રાસવાદીએ અહીના ભાટાદુલીયાના જંગલોની આસપાસ જ અડ્ડા બનાવ્યા છે અને તેથી હવે અહી આતંકવાદીઓને શોધવા ખાસ અભિયાન ચલાવાશે અને ખાસ કમાન્ડોને આ ક્ષેત્રમાં ઉતારાયા છે.
2002 સુધી અહી આતંકીઓનું સામ્રાજય હતું અને અહીના હિલકાઠા ક્ષેત્રમાં આતંકીઓએ તેનો અડ્ડો બનાવ્યો હોય તેવા સંકેત છે જે વાહન પર હુમલો થયો તે પેટ્રોલીંગ વાનની છેલ્લી ટ્રીપ હતી. બપોરના સમયે પેટ્રોલીંગ વાહનો પરત ફરતા હોય છે અને તેથી તેજ સમય આ હુમલો કરવા માટે પસંદ કરાયો હોય તેવા સંકેત છે. જો કે અહી એકી સાથે 20 જવાનોનો મોટો કાફલો પણ પસાર થવાનો હતો જો તેઓને નિશાન બનાવ્યા હોત તો મોટી જાનહાનીની શકયતા હતી.