ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.31
મોરબી ખાતે પરમ પૂજ્ય દાદા ભગવાનનો 118 મો જન્મ જયંતી મહોત્સવ તા. 01 થી 07 નવેમ્બર સુધી ઉજવાશે જેમાં તા. 01 નવેમ્બર મહોત્સવનો શુભારંભ કાર્યક્રમ સ્થળ રવાપર ઘુનડા રોડ, પાણીની ટાંકી પાસે મોરબી ખાતે કરવામાં આવશે.
તા. 01 નવેમ્બરે સાંજે 5 : 30 કલાકે મહોત્સવ શુભારંભ બાદ સાંજે 7 : 20 થી 8 સુધી પ્રશ્નોતરી સત્સંગ, તેમજ તા. 2 અને 3 ના રોજ સવારે 10 થી 12 : 30 તેમજ રાત્રીના 8 : 30 થી 11 સુધી અને 5 નવેમ્બર સવારે 10 થી 12 : 30 સુધી પ્રશ્નોતરી સત્સંગ યોજાશે તા. 04 ના રોજ સવારે 8 થી 9 : 20 સુધી જન્મ જયંતી ઉજવણી અંતર્ગત પૂજન અને આરતી યોજાશે અને સવારે 10 : 30 થી 1 અને સાંજે 5 થી 6 સુધી દ્રષ્ટિ દર્શન, તા. 05 ના રોજ સાંજે 7 : 30 થી 11 સુધી જ્ઞાનવિધિ કાર્યક્રમ યોજાશે અને તા. 01 થી 7 નવેમ્બર સુધી દરરોજ સાંજે 4 : 30 થી 11 સુધી થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક યોજાશે.



 
                                 
                              
        

 
         
         
        