કલેક્ટરની અધ્યક્ષતામાં નાગરિકો સુધી લાભો પહોંચાડવા રોડ મેપ તૈયાર કરાયો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.2
જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. આ સંદર્ભે આ યોજનાઓના લાભ જિલ્લાના નાગરિકોને મળે તે માટે જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્રના શીર્ષ અધિકારીશ્રીઓ સાથે આ માટેનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.
- Advertisement -
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના જિલ્લાઓના કલેક્ટરઓ – વિકાસ અધિકારીઓ – શહેરી સત્તામંડળો અને બેંકના અધિકારીઓ સાથે ગીર સોમનાથ વહીવટી તંત્રના અધિકારીઓ પણ જોડાયાં હતાં.



