કોર્પોરેટર જયાબેન ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર અને ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગરનો નિર્ણય
અડીખમ ગુજરાતના સંવેદનશીલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તમામ માટે એક અપૂરણીય ક્ષતિ છે. વિજયભાઈ રૂપાણીનો શાંત, મૃદુભાષી સ્વભાવ અને લોકહિત માટેની અડગ નિષ્ઠા હંમેશાં યાદગાર રહેશે. તેમના કાર્યકાળ દરમિયાન વિકાસકામો, લોકહિત માટેના તેમના દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. જે હંમેશા લોકોના હૃદયમાં જીવંત રહેશે. આ દુ:ખદ ઘટનામાં અણધારી વિદાયએ કાર્યકર્તા માટે ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ છે. તેમની સરળતા હંમેશા યાદ બની સ્મરણમાં રહેશે. પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે અને પરિવારજનો અને કાર્યકરોને એમના જીવનમાંથી સરળતા અને નિરાભિમાની જેવા અનેક ગુણ જીવનમાં ઉતારવાની ભાવના અને પ્રાર્થના. આ તકે આજે સોમવારે વોર્ડ નંબર 13 કોર્પોરેટર જયાબેન હરિભાઈ ડાંગર તથા પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર અને ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગરના જન સંપર્ક કાર્યાલય શ્રદ્ધાંજલિ રૂપે બંધ રાખવામાં આવ્યુ છે.