લાતો કે ભૂત બાતો સે નહિ માનતે, યુદ્ધ એજ કલ્યાણ: કરશન બાપુ
ઠેર ઠેર આંતકવાદીઓના પૂતળા બાળ્યા, મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિ
- Advertisement -
સાધુ – સંતો સાથે વિવિધ સંગઠનોએ ના પાક પાકિસ્તાન સામે રોષ
યુદ્ધ માટે 11 કરોડ દેવાની જાહેરાત કરતા કરશનબાપુ ભાદરકા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જમ્મું કાશ્મીરના પહેલગાવની ઘાટીમાં નિર્દોષ પર્યટકો પર ધર્મ પૂછીને આતંકવાદીઓ દ્વારા 26 જેટલા લોકો પર ગોળીઓ વરસાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા જયારે આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા આ નિર્દયતા પૂર્વક હુમલાની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ગત 22ના રોજ થયેલ આતંકી હુમલા સામે સોરઠ પંથકમાં જનઆક્રોશ જોવા મળ્યો છે ઠેર ઠેર ના-પાક પાકિસ્તાનીઓના આતંકવાદીઓને પૂતળા બાળીને રોષ પ્રગટ કર્યો હતો પાકિસ્તાન હાઈ હાઈ નારા લગાવી આતંક્વદીઓને પકડી તેને ફાંસીની સજાની માંગ કરી હતી.અને આતંકવાદી હુમલામાં માર્યા ગયલે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગ દળ સહીત તમામ પક્ષો અને સામાજિક સંસ્થા સાથે સોરઠના સાધુ – સંતોએ આતંકવાદીઓનો ખાતમો બોલાવી તેને એવો શબક મળે કે, ભવિષ્યમાં કોઈ દિવસ આવું કૃત્ય ન કરે તેવી દેશના પ્રધાનમંત્રી પાસે માંગ કરી હતી. જેમાં કરશનબાપુ ભાદરકાએ જણાવ્યું હતું કે, જે આંતકવાદીઓ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે કાયરતા ભર્યું છે દેશના દુશ્મનો દેશને ખોખલો બનાવવાની સાથે દેશનું મનોબળ તોડવાની વાત છે. ત્યારે આ દેશ કોઈ દિવસ આવા મનસુબાને કાયમયાબ થવા નહિ દે, વધુ કહ્યું કે દેશમાં આજે હિન્દૂ મુસ્લિમ ભાઈઓ ભાઈચારા સાથે રહે છે.
- Advertisement -
તે આતંકવાદીઓને ખટકે છે અને દેશમાં ભાગલા પાડવાની નીતિ કોઈ દિવસ સફળ નહિ થાય ત્યારે તેમને કેન્દ્ર સરકારને જણાવ્યું હતો કે, ગમે ત્યારે આવા આતંકી હુમલા કરનારની શાન ઠેકાણે લાવીને યુદ્ધ એજ કલ્યાણ જેથી કરીને બીજી વાર આંખ ઉઠાવીને જોઈ ન શકે જયારે જો યુદ્ધ થાય તો દેશની ઈકોનોમી પર અસર પડતી હોઈ છે પણ આ દેશ અગાઉ પણ અનેક યુદ્ધ કરી ચૂક્યું છે અને દેશ ફરી બેઠો થયો છે ત્યારે કરશનબાપુએ પોતાના 1 કરોડ રૂપિયા અને 10 કરોડનો ફાળો કરીને 11 કરોડ આપવાની જાહેરાત કરી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. જુનાગઢ ઉપલા દાતારની ધાર્મિક જગ્યાના મહંત શ્રીભીમ બાપુએ કાશ્મીરમાં પહેલગાવ ખાતે આંતકવાદીઓ દ્વારા નિર્દોષ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા છે ત્યારે આ ઘટનાને સખ્તશબ્દોમાં વખોડીને આ ઘટનામાં સનડોવાયેલા એ કોઈપણ ધર્મના હોય તેને છોડવામાં ન આવે તેમની સામે આકરામાં આકરી સજા થાય અને આ ઘટનામાં નિર્દોષ લોકોના જે મોત નિપજ્યા છે તેઓની આત્માની શાંતિ માટે દાતર બાપુના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી અને મૃતકોના પરિવારને આ આવી પડેલા દુ:ખને સહન કરવાની દાતાર બાપુ શક્તિ આપે તેવી દાતાર બાપુને પ્રાર્થના કરાઈ હતી તેમજ ભવનાથ તીર્થ ક્ષેત્રના મહાદેવગીરી બાપુએ રોષ પ્રગટ કરતા જણાવ્યું હતું કે, પહેલગામની ઘાટીમાં જે રીતે નિર્દયતા પૂર્વક નિર્દોષ ભારતીઓને ધર્મ પૂછીને મોતને ઘાટ ઉતાર્યા તેની સાથે રોષ પ્રગટ કરું છું. અને મૃતકો હ્નદય પૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું અને ઘાયલ થયેલ લોકો જલદીથી સાજા થાય તેવી ગિરનારી મહારાજ પાસે પ્રાર્થના કરી હતી અને જે લોકોએ આ જધન્ય કૃત્ય કર્યું છે તેને સરકાર ઝડપથી ઝડપી એવી સજા કરે કે, ફરી આવું કૃત્ય કરવાની હિમંત ન કરે સમગ્ર ઘટનાને વખોડી હતી આતંક્વદીઓ સામે જે ભાષામાં જવાબ આપવો હોઈ તે ભાષામાં જવાબ આપીને ફરી દેશમાં શાંતિ સ્થપાય તેવી પ્રાર્થના કરી હતી.