ખાસ-ખબર સંવાદદાતા
રક્તપિત્ત દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અરૂણ રોયના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઇણાજમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સહ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તપિત્ત દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલે પણ ખાસ સંદેશો આપ્યો હતો.
આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આપણા જિલ્લાને રક્તપિત્તથી મુક્ત કરવા માટે કોઈ કસર છોડીશું નહીં. રક્તપિત્ત રોગને ઓળખો. આ રોગની સારવાર પણ સરળ છે. જિલ્લામાં વહેલી તકે નવા દર્દીઓને શોધવા માટે પૂરતા પ્રમાણમાં સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રક્તપિત્તથી પ્રભાવિત વ્યક્તિઓ સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ કરીશું નહીં. રક્તપિત્ત અસરગ્રસ્ત વ્યક્તિઓ સામે ઘૃણા કે ભેદભાવને દુર કરવા અને રક્તપિત્ત નાબૂદી માટે યોગદાન આપવા બાપુએ કરેલ રક્તપિત્ત દર્દીઓની સેવા અને કામગીરી મુજબ બાપુની શ્રદ્ધા અને માન્યતા સાથે કામ કરીશું. આપણે સૌ સંકલ્પ લઈએ ચાલો રક્તપિત્ત સામે લડીએ અને રક્તપિત્તને ઈતિહાસ બનાવીએ.
ઈણાજમાં રક્તપિત્ત દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓની જનજાગૃતિ રેલી
