ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી થઈ રહી છે અને પહેલી ઓક્ટોબર 2023ના રોજ જિલ્લામાં એક તારીખ, એક કલાક સ્વચ્છતા શ્રમદાનનો મહાયજ્ઞ યોજાવાનો છે. ત્યારે આ કાર્યક્રમ અનુસંધાને જિલ્લા માહિતી કચેરી દ્વારા સરકારી વિજ્ઞાન કોલેજ અને મહિલા કોલેજ ખાતે યુવાઓમાં જાગૃતિ આવે એવા શુભ હેતુસર પરંપરાગત માધ્યમ નાટક દ્વારા કચરાના રિસાઈકલિંગ અંગે, સ્વચ્છતા અંગે તેમજ ભીના કચરા-સૂકા કચરા અંગે સમજૂતી આપવામાં આવી હતી માહિતી કચેરી વેરાવળના માર્ગદર્શન હેઠળ સ્વપ્ન યુવા વિકાસ મંડળ જૂનાગઢના કલાકારો દ્વારા કોલેજોમાં સ્વચ્છતા અંગે નાટકની હળવી શૈલીમાં પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમાં સુકો-ભીનો કચરો, ‘સિંગલ યૂઝ પ્લાસ્ટિક ફ્રી’ તેમજ ‘ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ’નો મહત્વનો સંદેશો આવરી લેવાયો હતો અને કચરો એકત્રિત કરી ડિસ્પોઝ કરવા અંગે તેમજ શ્રમદાનનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો હતો.