ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત પોલીસમાં ઉત્કૃષ્ઠ અને સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને ડીજીપી કમેન્ડેશન ડિસ્ક એનાયત કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લા તથા બ્રાન્ચમાંથી સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓને ડીજીપી કમેન્ડેશન ડિસ્ક એનાયત કરી, ગુજરાતના ડીજીપી ના હસ્તે સન્માન કરી, સન્માન પત્ર પણ એનાયત કરવામાં આવે છે. ગુજરાત એવું સાતમું રાજ્ય છે, જ્યા ડીજીપી કમેન્ડેશન ડિસ્ક એનાયત કરવામાં આવે છે.
- Advertisement -
જૂનાગઢ રેંજના ડીઆઈજી નિલેષ જાજડિયા તથા જૂનાગઢ એસપી હર્ષદ મહેતા દ્વારા પણ જિલ્લામાં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની દરખાસ્ત ડીજીપી કચેરી ખાતે મોકલવામાં આવી હતી. જે પૈકી જૂનાગઢ જિલ્લા પોલીસમાં હાલમાં ફરજ બજાવતા 1 અધિકારીની પીએસઆઇ પ્રતીક મશરૂની ડીજીપી કમેન્ડેશન ડિસ્ક 2022 માટે પસંદગી કરવામાં આવેલ હતી. જેઓને ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે એક ભવ્ય સન્માન સમારંભમાં ગુજરાતના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયના હસ્તે ડીજીપી કમેન્ડેશન ડિસ્ક અને સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ હતા.