ખનિજ માફિયાઓના અડ્ડા સમાન બાંધકામ પર બુલડોઝર ફેરવી દીધું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને મૂળી પંથક ખાતે ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનન સાથે ખનિજ માફીયાઓ દ્વારા જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી બાંધકામ પર ઉભુ કરાયું હતું. જોકે થાનગઢ પંથકમાં મોટાભાગે ખનિજ માફિયા રાજ ચાલતું હોવાથી જો ખરેખર થાનગઢ પંથકમાં તપાસ કરવામાં આવે તો અડધો અડધ થાનગઢ ગેરકાયદેસર બાંધકામ પર જ ઊભું હોય તેમ કહી શકાય છે.
- Advertisement -
ત્યારે હાલમાં જ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા જામવાડી ખાતે ચાલતા ગેરકાયદેસર કોલસાની ખાણ પર દરોડો કરી પાંચ જેટલા કોલસાના કુવા પરથી ત્રણ લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો તેવામાં પ્રાંત અધિકારી દ્વારા સતત વીજ દિવસે પણ જામવાડી ખાતે સર્ચ હાથ ધરી ગેરકાયદેસર કોમાની ખનન કરતા માફિયાઓના અડ્ડા તરીકે ઉપયોગમાં લેવાતા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવામાં આવ્યા હતા.
ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા જામવાડી ખાતે ગેરકાયદેસર એક દુકાન અને ચાર ઓરડી સહિત કુલ પાચ બાંધકામ દૂર કર્યા હતા આ સાથે સરકારી સર્વે નંબર 125 વાળી જમીન પર સિલિકા ખનિજ માટેની લીઝ ધરાવતા ગણપતભાઇ અંબારામભાઈ પટેલ વર્ષ 2021માં બંધ છતાં આ જમીન પર કુલ 20 જેટલા કોલસાની ખાણો ખોદી નાખી હતી જે સ્થળ પરથી 11 ગેરકાયદેસર બાંધકામ ધરાવતી ઓરડી, 44 નંગ સુપર પાવર નાઈટિંગ વિસ્ફોટક, 3 મીટર ડિટોનેટર સહિતનો મુદામાલ પણ જપ્ત કરી ખનિજ માફીયાઓ વિરુધ કડક કાર્યવાહી હાથ ધરી છે.