200 મેટ્રિક ટન કોલસાના જથ્થા સહિત કુલ 13 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
મૂળી તાલુકાના અશુન્દ્રાળી ગામે શરૂ થયેલ કોલસાના કાળા કારોબાર પર ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ફરી એક વખત દરોડો કર્યો હતો જેમાં કોલસાના જથ્થા સહિત કુલ 13 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો હતો.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર મૂળી તાલુકાના અશુન્દ્રાળી ગામે ફરીથી કોલસાનું ગેરકાયદેસર ખનન શરૂ થયા હોવાની જાણ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાને થતા પોતાની ટીમ સાથે શનિવારે અશુન્દ્રાળી ગામે દરોડો કરવામાં આવ્યો હતો જે દરોડા દરમિયાન 200 મેટ્રિક ટન કોલસાનો જથ્થો, સાત બકેટ, આઠ ચરખી તથા એક બાઈક સહિત કુલ 13 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરવાના આવ્યો હતો. આ સાથે જે જમીન પર કોલસાનું ખનન ચાલતું હતું તે જમીન માલિકીની છે કે પછી સરકારી તે અંગેની તપાસ કરી ઝડપાયેલ બિનવારસી બાઈકન માલિકની પણ તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી છે.