સરકારી તેમજ ખાનગી માલિકીની જમીનમાં ચાલતી 15 ખાણો પર દરોડો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાનો કાળો કારોબાર ચલાવતા ખનિજ માફીયાઓ પર વારંવાર ચોટીલા પ્રાંત અધિકારીના દરોડા છતાં પણ માફીયાઓ કોઈને કોઈ રીતે કોલસાનો ધંધો યથાવત રાખે છે ત્યારે હવે ખનિજ માફીયાઓ રાત્રીના સમયે શરૂ કરેલા કોલસાના ખનન પર ચોટીલા પ્રાંત અધિકારીએ દરોડા કર્યો છે. જેમાં મૂળી તાલુકાના ઉમરડા ગામે ગત મોડી રાત્રે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા દરોડો કરી સરકારી સર્વે નબર 1185 તથા ખાનગી સર્વે નંબર 778 પરની જમીન પર ચાલતા કોલસાના ગેરકાયદેસર 15 કુઆ પર દરોડો કરી 7 ચરખી તથા 300 ટન કોલસાનો જથ્થો સહિત કુલ 12 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો. આ દરોડા બાદ ઉમરડા ગામના સીમ વિસ્તારમાં તપાસ કરી ગેરકાયદેસર કોલસાન ખનન સાથે સંકળાયેલા 200 જેટલા શ્રમિકોને સમજાવી પોતાના વતન મોકલી દેવાયા હતા જ્યારે ગેરકાયદેસર કોલસાની ખાણો ચાલતી ખાનગી માલિકીની જમીન 778ના કબજેદારો કાળુભાઇ લાલજીભાઈ જાડા, બાલુબેન લાલજીભાઈ જાડા, મરઘાબેન લાલજીભાઈ જાડા, સવિતાબેન લાલજીભાઈ જાડા વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.