બે ટ્રેક્ટર, બે જનરેટર તથા એક ચરખી સહિત કુલ 17 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજનું ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓને પ્રાંત અધિકારીની કાર્યવાહીથી દર પેદા થયો છે. જેના લીધે કેટલાક વિસ્તારોમાં ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાના નામથી જ ખનિજ માફીયાઓ ધ્રુજવા લાગે છે ત્યારે એક બાદ એક ખનિજ ચોરી કરતા ઈસમો પર કડક કાર્યવાહી કરતા ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા પોતાના વિસ્તારમાં ચાલતી ખનિજ ચોરી સદંતર બંધ રાખવા માટે રાત્રિ દરમિયાન પણ સર્ચ હાથ ધર્યું હતું જેમાં આજે વહેલી સવારના સમયે થાનગઢ પંથકના રૂપાવટી વિસ્તારની નદીમાં કોલસાનું ખનન શરૂ થાય તે પૂર્વે જ પ્રાંત અધિકારીની ટીમ ત્રાટકી હતી અને બે ટ્રેક્ટર, બે જનરેટર તથા એક ચરખી સહિત કુલ 17 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ પ્રકારની કાર્યવાહીથી હવે ખનિજ માફીયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.


