કિટનો બહિષ્કાર કરી સ્થળ પર કિટ તોડી વિરોધ નોંધાવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગોને રોજગારી કિટનો વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ જયારે કિટ વિતરણ કરાયું ત્યારે હલકી ગુણવતા વાળી કિટ હોવાનું સામે આવતા દિવ્યાંગોએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને બહિષ્કાર કરીને હોબાળો મચાવ્યો હતો અને સ્થળ પર કિટ તોડી સારી ગુણવતાની કિટ આપવાની માંગણી કરી હતી
દિવ્યાંગોને હલકી કિટ વિતરણ થતા રોષે ભરાયા હતા અને જે રેંકડીનું લાકડું છે તે લીલા લાકડા માંથી બનાવ્યું હોવાને લીધે રોષ વ્યક્ત કરી અને સ્થળ પર તોડી દિવ્યાંગોની મજાક ઉડાવી હોવાનો આક્ષેપ સાથે દિવ્યાંગ મંચના પ્રમુખ રમેશભાઈ કોરાટે જણવ્યું હતું કે, દેશના 32 રાજ્યોમાં દિવ્યાંગોને પેનશન આપવામાં આવેછે જયારે રાજ્ય સરકાર પાસે વર્ષોથી પેનશન આપવાની માંગ છે ત્યારે રોજગાર માટે હલકી અને નબળી ગુણવતા વાળી કિટ ભ્રસ્ટાચાર યુક્ત વળી કિટ ધાબડી દેવાનો એક કારસો છે.અને બીજી તરફ કેબીનો આપે છે.પણ શહેરમાં તંત્ર દ્વારા કેબિનો અને રેંકડી હટાવી દેવામાં આવે છે.તેના લીધે આ કિટ બિન ઉપયોગી થાય છે. આ કિટ વિતરણમાં 70 જેટલા દિવ્યાંગોને બોલાવ્યા હતા જેમાંથી માત્ર 19 દિવ્યાંગો કિટ લઇ ગયા છે બાકીના લોકેએ કિટ ન સ્વીકારી વિરોધ કર્યો છે તેમ જણાવ્યું હતુ.
જૂનાગઢમાં દિવ્યાંગોને હલકી ગુણવતાવાળી કિટ ધાબડી દેતા વિરોધ
