શિકાગોમાં નેશનલ ગાર્ડ્સ અને અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ: વિરોધીઓને રોકવા ખાસ કેમિકલ સ્મોકનો ઉપયોગ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે શિકાગો, ઇલિનોઇસમાં વધી રહેલા ગુના અને વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને 300 નેશનલ ગાર્ડ સૈનિકો તૈનાત કર્યા હતા, જેના કારણે ગાર્ડ અને વિરોધીઓ વચ્ચે અથડામણ થઈ હતી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા એબીગેઇલ જેક્સને કહ્યું, ‘ટ્રમ્પ શહેરોમાં અશાંતિ અટકાવવા માગે છે. આ સૈનિકો આપણા અધિકારીઓ અને સંપત્તિનું રક્ષણ કરશે. અત્યાર સુધીમાં 1,000 થી વધુ વિરોધીઓની ધરપકડ કરવામાં આવી છે.’ આ કાર્યવાહી ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (ઉઇંજ) ના ઓપરેશન મિડવે બ્લિટ્ઝ હેઠળ કરવામાં આવી રહી છે, જે સપ્ટેમ્બર 2025 માં શરૂ કરવામાં આવ્યું હતું. તેનો હેતુ ગુનેગારો અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવાનો છે. ગયા મહિને એક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ દ્વારા ચલાવવામાં આવતી ઝડપી કારે કેટી અબ્રાહમ નામની યુવતીને કચડી નાખતા તેના મૃત્યુ પછી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. શિકાગોમાં અનેક સ્થળોએ વિરોધીઓ અને નેશનલ ગાર્ડ સૈનિકો વચ્ચે અથડામણ પણ થઈ, જ્યાં મરીના સ્પ્રે અને રબર ગોળીઓનો ઉપયોગ કરવામાં આવ્યો. ઉઇંજ વડા ક્રિસ્ટી નોએમે જણાવ્યું કે તે ખાસ દળો મોકલી રહી છે.