કાયમી નોકરી તથા કોન્ટ્રાક્ટ પ્રથા રદ્દ કરવાની માંગ સાથે નગરપાલિકા કચેરી ખાતે વિરોધ
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરમાં સફાઈ કામદારો પોતાની વિવિધ માંગણીઓને લઈને નગરપાલિકા સામે ધરણા પર ઉતર્યા છે. નગરપાલિકા કચેરી ખાતે મંડપ નાખીને કામદારો સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી રહ્યા છે.
ગત શનિવારે લગભગ 150 જેટલા સફાઈ કામદારો રેલી સ્વરૂપે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ માંગણીઓ પર કોઈ પગલાં ન લેવાતા હવે કામદારો ધરણા પર બેસી ગયા છે.
સફાઈ કામદારોની મુખ્ય માંગ છે કે 15 દિવસની રોસ્ટર પ્રથા બંધ કરવી અને કોન્ટ્રાક્ટ પ્રથા સમાપ્ત કરીને કામદારોને કાયમી નોકરી આપવી. 100થી વધુ કામદારો એકઠા થઈને આંદોલનમાં જોડાયા છે.
વાલ્મિકી સમાજના યુવા આગેવાન સંતોષભાઈ ચૌહાણે જણાવ્યું કે, જ્યાં સુધી અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.