ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્ય એસટીના કર્મચારીઓ હવે રાજ્ય સરકાર સામે ફરીથી પડતર પ્રશ્નોને લઈ આંદોલન છેડવા તરફ વળ્યા છે. રાજ્ય સ્ટેટ ટ્રાન્સપોર્ટના માન્ય ત્રણ કામદાર યુનિયનની સંકલન સમિતિએ રાજ્યવ્યાપી દેખાવો અને તબક્કાવાર આંદોલન કરવાની શરૂઆત કરી છે જેમાં કર્મચારીઓના પગાર, એરિયર્સ, સેટલમેન્ટ, ટી.એ., ડી.એ., ઓવરટાઈમ, આશ્રિતોને નોકરી, ફિક્સ પગારના કર્મચારીઓ સહિતના પ્રશ્નો ઉકેલવા માંગ કરાઈ છે ત્યારે મોરબીમાં પણ એસટી કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અત્રે ઉલ્લખનીય છે કે, રાજ્યના 16 ડિવિઝનના તમામ 44 હજાર કર્મચારીઓ આંદોલન ઉપર ઉતર્યા છે અને 22 મી સપ્ટેમ્બર સુધી સુત્રોચ્ચારો, કાળીપટ્ટી ધારણ કરી વિરોધ રજૂ કરવામાં આવશે છતાં પણ કામદારોના હિતમાં નિર્ણય નહીં લેવાઈ તો 23 મી થી રાજ્ય વ્યાપી કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી જશે. એસટી કર્મચારીઓ અચોક્કસ મુદત સુધી માસ સીએલ ઉપર ઉતરતા રાજ્યમાં 8500 બસોના પૈડા થંભી જશે.