ખાસ-ખબર સંવાદદાતા
રાજસ્થાનના ઉદયપુરમાં જેહાદી માનસિકતા ધરાવતા ઈસ્લામિક આતંકવાદીઓ દ્વારા નિર્દોષ હિન્દુ વેપારી કનૈયાલાલની ધોળાદિવસે તેમની જ દુકાનમાં નિર્મમ હત્યા કરવામાં આવતા આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે ત્યારે હળવદમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
હળવદની સરા ચોકડી પાસે બુધવારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઈસ્લામિક આતંકવાદના પૂતળાનું ભારે રોષ સાથે દહન કરવામાં આવ્યું હતું તથા ઈસ્લામિક આતંકવાદ અને પાકિસ્તાન હાય હાયની નારેબાજી કરવામાં આવી હતી તેમજ સરકાર સમક્ષ આંતકીઓને તેમની જ ભાષામાં જ જડબાતોડ જવાબ આપવાની ઉગ્ર માંગ કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો તથા વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજર રહી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીને રોષ વ્યક્ત કર્યો હતો.