ધરણા પ્રદર્શન અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે જ્ઞાન સહાયક યોજના રદ્દ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા માંગ
ખાસ-ખબર સંવાદદાતા
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા જ્ઞાન સહાયક ભરતીને લઈ ઝઊઝ – ઝઅઝ ના પરીક્ષાર્થીઓના ન્યાય માટે મોરબી કલેક્ટર કચેરી ખાતે ધરણા કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અખિલ ભારતીય વિધાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષથી વિધાર્થીઓના હિત માટે કાર્યરત રહી વિધાર્થીહિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્ર્વનું સૌથી મોટું વિધાર્થી સંગઠન છે ત્યારે ઝઊઝ – ઝઅઝ ની પરીક્ષામાં સરકારની જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ઉમેદવારો દ્વારા મોરબી કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો અને આ જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી અને આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો ગાંધીનગર ખાતે ઉગ્ર રજુઆતની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.