કોલેજ ડીનને આવેદન પત્ર આપી ફી વધારો પાછો ખેંચવાની માંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
તાજેતરમાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જેની સામે જૂનાગઢમાં એબીવીપીએ મેડિકલ કોલેજ ખાતે જઇ વિરોધ કર્યો હતો. ફી વધારાના કારણે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને રાજ્ય અથવા દેશ બહાર અભ્યાસ કરવા જવુ પડે એવી હાલત થઇ છે. ત્યારે બે દિવસમાં ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે તો એબીવીપીએ આંદોલન કરવાની ચીમકી આપી છે.
- Advertisement -
તાજેતરમાં રાજ્યની 13 જીએમઇઆરએસ મેડિકલ કોલેજની ફી 3.30 લાખહતી તે 5.50 લાખઅને મેનેજમેન્ટ કવોટાની ફી 9 લાખ હતી તે 17 લાખ કરી છે. સરકાર દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓને શુલભ શિક્ષણ મળી રહે એ માટે જીએમઇઆરએસની સ્થાપના કરવામાં આવી હતી પરંતુ સરકારી કવોટામાં 66.66 અને મેનેજમેન્ટમાં 88.88 ટકા ફી વધારો વિદ્યાર્થીના હિતમાં નથી આ નિર્ણયના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્ય અને દેશ છોડી અન્ય રાજ્યમાં અભ્યાસ કરવા જવુ પડે એવી હાલત ઉભી થઇ છે.
ફી વધારાના વિરોધમાં જૂનાગઢ એબીવીપીના કાર્યકરોએ જીએમઆરએસ મેડિકલ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરી ડિનને ફી વધારો પરત ખેંચવા રજૂઆત કરી હતી બે દિવસમાં ફી વધારોપરત ખેંચવામાં નહી આવે તો આંદોલન કરવાની ચીમકી આપી છે.