જૂનાગઢ દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા વિરોધ: ધરણા કરી આવેદન
જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ દિવ્યાંગોની માફી માંગવા અને દિવ્યાંગ ધારા કલમ મુજબ કાર્યવાહીની માંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ લોકસભા ચૂંટણીમાં પ્રચાર પ્રસાર પૂર જોષમાં ચાલી રહ્યો છે ત્યારે વિસાવદર વિધાનસભા બેઠકના એક કાર્યાલય ઉદઘાટન પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા દિવ્યાંગોની લાગણી દુભાય તેવા શબ્દોનો જાહેર મંચ પર કરતા જૂનાગઢ દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા આજરોજ કલેકટર કચેરી ખાતે ધરણા પર બેસી ગયા હતા અને એક આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં દિવ્યાંગ અધિકાર મંચના તમામ હોદેદારોએ એવી માંગણી કરી હતી કે, કિરીટ પટેલ દ્વારા દિવ્યાંગ સમુદાયની લાગણી દુભાય તેવા શબ્દનો પ્રયોગ કર્યો છે ત્યારે સમગ્ર દિવ્યાંગોની માફી માંગવી જોઇએ. તેવી લાગણી વ્યક્ત કરી હતી.
જૂનાગઢ દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા કરીને એક આવેદન પત્ર આપ્યુ હતુ. જેમાં તેને જણાવ્યુ હતુ કે, દિવ્યાંગ સમુદાયનું હળાહળ અન્યાય, અપમાન, લાગણી દુભાણી કથીથ શબ્દનો પ્રયોગ કરીને કિરીટ પટેલ દ્વારા દેશના આદરણીય પ્રધાનમંત્રી દ્વારા આપેલ શબ્દનું હળહળતુ અપમાન કરેલ છે. જેમા ગુજરાત રાજ્યના દિવ્યાંગ ધારો 20-6ની કલમ, 92 મુજબ અનિવાર્ય પગલા ભરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તે દિવ્યાંગ અધિકાર મંચ જૂનાગઢ દ્વારા માંગણી કરવામાં આવે છે. કિરીટ પટેલ દ્વારા કરવામાં આવેલ શબ્દનો પ્રયોગ બદલ ગુજરાત રાજ્યના તમામ દિવ્યાંગ લોકોની લાગણી દુભાવીએ બદલ દિવ્યાંગોની માંફી માંગવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવે છે.
દિવ્યાંગ અધિકાર મંચ પોતાના હક્ક હિસ્સા માટે છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગો માટે કામ કરી કરી રહ્યા છે. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા દિવ્યાંગો માટે જે શબ્દનો જાહેર મંચ પર કરેલ છે તેનો દિવ્યાંગોએ રોષ વ્યક્ત કરી વિરોધ કરવામાં આવેલ અને આજરોજ બહોળી સંખ્યામાં દિવ્યાંગજનો ઉપસ્થિત રહીને કલેકટર કચેરી ખાતે પહોંચી ગયા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો.જેમાં તેને કલેકટરને આવેદનપત્ર આપીને એવી માંગ કરી હતી કે, દિવ્યાંગોની લાગણી દુભાય છે. તે બદલ દિવ્યાંગોની માફી માંગવામાં આવે અને તેની સાથે દિવ્યાંગધારા મુજબની કલમો ઉમેરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી કલેકટર સમક્ષ માંગણી કરી હતી. ચૂંટણી સમયે નેતાઓ બેફામ વાણીવિલાશ કરતા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે દિવ્યાંગો વિશે ઉચ્ચારેલ શબ્દનો વિરોધ જોવા મળ્યો છે અને દિવ્યાંગ વિશે ઉચ્ચારેલ શબ્દનો વિરોધ સાથે આજરોજ દિવ્યાંગોમાં રોષ જોવા મળ્યો હતો અને કલેકટર કચેરી ખાતે એકત્ર થઇને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરાયેલા ઉચ્ચારણનો વિરોધ કરીને આવેદન આપીને માફી માંગવાની માંગ કરી હતી.