ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
અમરેલીમાં પાટીદાર સમાજની યુવતીની ધરપકડ અને સરઘસ મામલે રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મેંદરડામાં સર્વ સમાજ દ્વારા મૌન રેલી યોજી તંત્રએ આવેદન આપી માનભેર મુક્ત કરવાની માંગ કરી છે.
અમરેલીમાં લેટર કાંડ મામલે ઓફીસમાં ટાઇપીસ્ટ તરીકે નોકરી કરતી પાટીદાર સમાજની યુવતીની ખોટી રીતે સંડોવણી કરી મઘ્ય રાત્રીના બાર વાગ્યે પોલીસ દ્વારા ધરપકડ કરી કસ્ટડીમાં રાખી અને બીજા દિવસે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યુ હતુ. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડવા સાથે વિરોધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત મેંદરડામાં આ ઘટનાના વિરોધમાં તાલુકાના સર્વ જ્ઞાતિના ભાઇઓ અને બહેનો દ્વારા સ્વામિનારાયણ મંદિરથી મૌન રેલી યોજવામાં આવી હતી અને પ્રાંત કચેરીએ પહોંચી ઉચચ અધિકારીને રોષપૂર્ણ આવેદનપત્ર આપી યુવતીને નિદોષ સાબીત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.