ઉદ્યોગમાંથી પ્રદૂષિત પાણી અને કેમિકલ જાહેરમાં છોડતા હોવાની રાવ
ખાસ-ખબર ન્યૂઝ ધ્રાંગધ્રા
- Advertisement -
ધ્રાંગધ્રા પંથકના વધતા જતા ઉધોગોની સાથે કેટલાક ઉધોગો પ્રકૃતિને મોટું નુકશાન કરતાં હોવાનું સામે આવ્યું છે જેમાં ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે મેડિકલ વેસ્ટના ઉધોગ સામે ગ્રામજનોનો વિરોધ હજુ સમાયો નથી ત્યાં વધુ એક જાતિ નાશક દવાઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગમાંથી કેમિકલ યુક્ત પાણી જાહેરમાં ઠલવાતા હોવાની પણ રાવ ઉઠવા પામી છે. જંતુનાશક દવાઓનો ઉત્પાદન કરતા ઉધોગ નજીક આવેલી સ્કૂલના બાળકોને ભવિષ્યમાં મળતું નુકશાન થાય તેવી ભીતિ સાથે ગ્રામજનો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જોકે આ જંતુનાશક દવાઓનો ઉત્પાદન કરતા ઉધોગને ૠઙઈઇની મંજૂરી છે કે કેમ ? તેના પર પણ હજુ સવાલ છે તેવામા ઉદ્યોગમાંથી છોડવામાં આવતું ઝેરી કેમિકલ યુક્ત પાણી જાહેરમાં ઠલવાતા પ્રકૃતિને પણ મોટું નુકશાન થઈ રહ્યું હોવાનું સ્થાનિક ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે આગાઉ પણ પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા આ મામલે રજૂઆત કરાઈ હતી છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતા હવે આગામી દિવસોમાં ગ્રામજનો આ ઉધોગ સને પણ મોરચો માંડવાની તૈયારી શરૂ કરી છે.



