જોશીપુરા આંબાવાડી વિસ્તારમાં યુવાનોએ વિરોધ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ગણતરીના દિવસોજ બાકી છે ત્યારે જુનાગઢ વિધાનસભા બેઠક પરથી તમામ પક્ષે ઉમેદવાર જાહેર કરી દીધા છે ત્યારે કોંગ્રેસના ભીખાભાઈ જોશીને રીપીટ કરાયા છે જેનો વિરોધ થઈ રહ્યો છે અને કોંગ્રેસમાંથી યુવા ચહેરાને ટિકિટ આપવા માંગ ઉઠી છે કોંગ્રેસે 86 જુનાગઢ વિધાનસભા બેઠક પરથી જૂનાગઢના ધારાસભ્યને ફરી રીપીટ કર્યા છે અને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારે તમામ પક્ષે નવો ચહેરો જુનાગઢ વિધાનસભા બેઠક પરથી ઉતાર્યો છે ત્યારે કોંગ્રેસમાંથી પણ યુવા ચહેરાને ઉતારવામાં આવે તેવી માંગ ઉઠી છે.
- Advertisement -
આંબાવાડી વિસ્તારમાં હીરાનું કામ કરતા કેતનભાઇ હિરપરાએ જણાવ્યું કે ભાજપ અને આમ આદમી પાર્ટીએ યુવા ચહેરો ઉતાર્યો છે ત્યારે કોંગ્રેસમાંથી પણ યુવા નેતા એવા અમિત ઠુંમરને કોંગ્રેસમાંથી વિધાનસભા લડવા માટે જૂનાગઢ બેઠક પરથી ટિકિટ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે તો જશાણી રજનીકાંતભાઈ એ જણાવ્યું કે જો કોંગ્રેસ પક્ષ જુનાગઢ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારની ફેરબદલી નહીં કરે તો બીજો વિકલ્પ શોધી લેશે અને હાલના ધારાસભ્યનો વિરોધ કરશે આગામી સમયમાંજ હવે જોવાનું રહ્યું કે કોંગ્રેસ જૂનાગઢના ધારાસભ્યને રીપીટ કર્યા છે તેમાં ફેર બદલી કરે છે કે શું ?