સોરઠ પંથકમાં ઇકોઝોન હટાવવા અનોખી રીતે વિરોધ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ, ગીર સોમનાથ અને અમેરલી જિલ્લાના 196 ગામને આવેરીને ઇકોઝોન લાગુ કરવાની એક યાદી બહાર પડતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શિત જોવા મળે છે.ત્યારે ઇકોઝોન માટે લડત લડનાર આપનેતા પ્રવીણ રામની જાહેરાત બાદ ગીરના ગામડાઓમાં દિવાળી નિમિતે અલગ અલગ રીતે ઇકોઝોનનો વિરોધ ચાલુ થયો છે જેમાં ગીરના ગામડાઓમાં રાજવીર રામ નામના નાના બાળકે આજે પોતાના જન્મદિવસના દિવસે ફટાકડા ઉપર ઇકોઝોનના સ્ટીકર લગાવી ફટાકડા ફોડી પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અને કહ્યું હતું કે, ઇકોઝોન જો અમારા વિસ્તારમાં આવી જશે તો અમારા ગામના લોકો કોઈ જન્મદિવસ ઉજવવા જેવા નહિ રહે તેમજ તાલાલાનાં મંડોરણા ગામના હર્ષીતભાઈ તેમજ વાડલા ગામના ધવલભાઈ દ્વારા એમના ગામોમાં ઇકોઝોનના વિરોધ વાળી રંગોળી દોરી ઇકોઝોનનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.આમ જ્યાં સુધી ઇકોઝોન નાબૂદ નહિ થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે તેમ આપના પ્રવીણ રામે જણાવ્યું હતું.