પ્રાથમિક શાળાથી માત્ર 90 ફૂટના અંતરે હેવી વીજ વાયર પસાર કરતા બાળકો પર જોખમ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે સૌથી મોટી સોલાર પ્રોજેક્ટ નિર્માણ થઈ રહ્યો છે. ત્યારે આ સોલાર પ્રોજેક્ટ વારંવાર વિવાદમાં નજરે પડે છે. ગ્રામજનો દ્વારા સોલર પ્રોજેક્ટ નિર્માણ કામ શરૂ થયું ત્યારથી જ વિરુધ્ધ નોંધાવ્યો છે અને ગ્રામજનોનો વિરુધ્ધ પણ સાચો છે કારણ કે સોલાર પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી ગામના રોડ અને રસ્તાની હાલત દયનીય કરી નાખી છે. તેવામાં હવે સોલાર પ્રોજેક્ટ દ્વારા કૃષ્ણનગર સ્કૂલની નજીકમાં વીજ પોલ ઉભો કરી 220 કેવીની હેવી લાઇન કાઢવામાં આવતા હવે ગ્રામજનોના વિરોધમાં વધારો થયો છે. જે અંગે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનો દ્વારા જણાવ્યું હતું કે ” મોટી માલવણ ગામે સર્વે નંબર 1171 અને 1172 પૈકી જમીન પર સોલાર પ્રોજેક્ટની કામ શરૂ છે જેમાં પાવર ઉત્પન્ન કરી ડિવિઝન સુધી પહોચાડવા માટે જે વીજ પોલ અને વીજ વોટર કાઢવામાં આવ્યા છે તે કૃષ્ણનગર સરકારી પ્રાથમિક સ્કૂલની બિલકુલ નજીકથી કાઢવામાં આવ્યા છે જેના લીધે ભવિષ્યમાં કોઈ ભારે પવન અથવા વાવાઝોડાથી આ વીજ વાયર પટકાય તો સ્કૂલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ સાથે મોટી દુર્ઘટના સર્જાય તેમ છે સાથે જ સ્કૂલ નજીક ઊભો કરાયેલ વીજપોલ પણ કોઈપણ સમયે નીચે પટકાય તો તે સ્કૂલ પર પડે તેમ છે જેના લીધે પણ દુર્ઘટના સર્જાય તેવી ભિતી વ્યક્ત કરી છે. આ સોલાર પ્રોજેક્ટમાં રાજકીય આગેવાનો અને નેતાઓ ભાગીદાર હોવાના લીધે તંત્ર પણ ગ્રામજનોના વિરુધ છતાં સોલાર પ્રોજેક્ટ સામે કોઈ કાર્યવાહી કરતા નહીં હોવાનો આક્ષેપ કરાયો છે ત્યારે ગ્રામજનો દ્વારા સોલર પ્રોજેક્ટના ગેરકાયદેસર કાર્ય સામે તંત્ર તાત્કાલિક પગલા ભરી કામ બંધ કરાવે તેવી માંગ પણ કરી હતી અને જો જરૂરી જણાશે તો ગ્રામજનો દ્વારા આંદોલન કરવાની તૈયારી પણ દર્શાવી છે.
- Advertisement -