કોંગ્રેસનાં કોર્પોરેટરે તપાસની માંગ કરી વોંકળા ખુલ્લા કરવા રજુઆત કરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકાએ ટીપી રીઝર્વ પ્લોટ ફરતે દીવાલ બનાવવા 2.5 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.જેનો કોંગ્રેસનાં કોર્પોરેટરે વિરોધ કરી તપાસની માંગ કરી છે.તેમજ વોંકળા ખુલ્લા કરવા રજુઆત કરી છે. કોંગ્રેસનાં કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ રજુઆત કરી જણાવ્યું હતું કે, જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પોતાની માલીકીના ટી.પી.રીઝર્વ પ્લોટ ફરતે દીવાલ બનાવવા માટે પ્રજાના ટેકસના ભરેલા નાણાંમાંથી રૂપિયા 2.5 કરોડ જેવી માતબર રકમ વાપરવાનું આયોજન કર્યું છે.
- Advertisement -
મહાનગરપાલીકાને પોતાની માલીકીના ટી.પી.રીઝર્વ પ્લોટમાં કંમ્પાઉન્ડ હોલ બનાવવી પડતી હોય તો સામાન્ય જનતા કે જે નાના નાના રોકાણકારો છે જેઓ એ ખુલ્લા પ્લોટમાં રોકાણ કરેલ,મકાન બનાવવા માટે પ્લોટ લીધેલ છે અને ભવિષ્યમાં આર્થીક સગળતા થયે પ્લોટ પર મકાન બનાવવા પ્લોટ લીધેલ હોય તેઓને પોતાના પ્લોટમાં પેશકદમી થાય તો મહાનગરપાલીકા જૂનાગઢ શું મદદ કરી શકે ? મહાનગરપાલીકા તંત્રને પોતાની ટી.પી.રીઝર્વ પ્લોટ ફરતે પેશકદમી ન થાય તે હેતુથી રીઝર્વ પ્લોટ ફરતે દીવાલ બનાવવી પડતી હોય તે જૂનાગઢ શહેરની ટેકસ ભરતી જનતાના ખુલ્લા પ્લોટમાં પેશકદમી થાય તો મહાનગરપાલીકાનાં પેશકદમી બાબતેની કાર્યવાહી કરવામાં રાજકીય દબાણ થતા અધીકારીઓની નબળી કામગીરી સ્પષ્ટ થાય છે.
જાહેર ટી.પી.રીઝર્વ પ્લેટ ફરતે દીવાલ કરવામાં આવે છે,તે રીતે જ તમામ વોકળાં હાલ જે ખુલ્લા છે તે ન બુરાય તે માટે પણ કાર્યવાહી કરી તેની દીવાલો પણ ઉચી લેવી જોયે અને તમામ જાહેર વોંકળા ખુલ્લા કરી તેની બંન્ને બાજુ ઉંચી દીવાલ બનાવવી જોઈએ.