ધ લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ: મૃત્યુની સંખ્યા 85 ટકાથી વધી જશે
વિશ્વભરમાં પ્રોસ્ટેટ કેન્સરના કેસ 2020 થી 2024 સુધીના ગાળામાં બમણા થવાની આશંકા છે. ‘ધ લેન્સેટ કમિશન’એ જણાવ્યું હતું કે સૂચિત ગાળામાં આ રોગથી થનારા મૃત્યુની સંખ્યામાં 85 ટકા ઉછાળો નોંધાશે. જેની સૌથી વધુ અસર નીચી અને મધ્યમ આવક ધરાવતા દેશો પર થવાની શકયતા છે.
- Advertisement -
રિસર્ચનાં જણાવ્યા અનુસાર કેસોમાં ઉછાળો નિશ્ચિત છે. નિદાન નહીં થવાથી તેમજ ડેટા કલેકશનનાં અભાવે પ્રોસ્ટેટ કેન્સરનાં કેસની વાસ્તવિક સંખ્યા ઘણી ઉંચી રહેવાની શકયતા છે. અભ્યાસમાં જણાવ્યા અનુસાર વિશ્વમાં લોકોની વધતી જતી વય અને સરેરાશ આયુષ્યમાં વૃધ્ધિને કારણે વૃદ્ધ પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સર વધશે. રોગ માટે 50 કે એથી વધુ વય રિસ્ક ફેકટર હોવાથી જીવન શૈલીમાં ફેરફાર કે જાહેર આરોગ્યમાં સુધારો પ્રોસ્ટેટ કેન્સરના કેસોમાં ઉછાળાને અટકાવી નહીં શકે.
વિશ્વભરમાં આધેડ અને વૃદ્ધ પુરૂષોની સંખ્યા વધી રહી છે. ત્યારે પ્રોસ્ટેટ કેન્સરના કેસમાં વધારો નિશ્ચિત છે. આપણે અત્યારથી આ વાત જાણીએ છીએ અને એટલે આગોતરા પગલા જરૂરી છે. લોકોએ પ્રોસ્ટેટ કેન્સર અંગે શિક્ષિત અને જાગૃતની સાથે વહેલા નિદાન પણ કરવું
જેથી આગામી વર્ષોમાં લોકોનું જીવન બચાવી શકાય. આગામી સમયમાં પ્રોસ્ટેટ કેન્સરના કેસની વૃધ્ધિમાં નીચી અને મધ્યમ આવક ધરાવતા દેશોનો મોટો હિસ્સો હશે. રિચર્સનાં જણાવ્યા અનુસાર પુરૂષો અને તેમના પરિવારોમાં હાડકાના દુ:ખાવા જેવા મેટાસ્ટેટીક પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો અંગે નહીંવત જાગૃતિ હોવાથી તેનું વહેલુ નિદાન થઈ શકતુ નથી.
- Advertisement -
પ્રોસ્ટેટ કેન્સરમાં કરોડરજજુનો દુ:ખાવો મુખ્ય લક્ષણોમાનુ એક છે. અન્ય દુ:ખાવો પેશાબ કરતી વખતે થતો હોય છે. ઓછા લોકો જાણે છે કે પ્રોસ્ટેટ કેન્સરનાં દર્દી સારવાર દ્વારા લાંબૂ જીવન જીવી શકે છે. આવા દર્દીઓ માટે હોર્મોન થેરાપી અસરકારક છે અને વ્યાજબીદરે ઉપલબ્ધ છે.