લીમડીના જીવદયા પ્રેમીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપરત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે, હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે જાહેરમાં માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે રજૂઆત કરવામાં આવી છે. લીંબડીના જીવદયા પ્રેમી રઘુભાઈ ભરવાડ અને અન્ય કાર્યકરો દ્વારા મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરીને આ માંગણી કરવામાં આવી હતી.
- Advertisement -
જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું કે, શ્રાવણ મહિનો હિન્દુઓ માટે પૂજા અને ધર્મ-ધ્યાનનો પવિત્ર સમય છે. આ માસ દરમિયાન શ્રદ્ધાળુઓ મહાદેવના મંદિરોમાં પ્રાર્થના અને પૂજા અર્ચના કરતા હોય છે. આવા સમયે જાહેર માર્ગો પર ખુલ્લેઆમ વેચાતા માંસ-મટનના હાટડા જોઈને હિન્દુઓની લાગણી દુભાય છે અને હૃદયને ઠેસ પહોંચે છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું હતું કે, જો શ્રાવણ માસ પૂરતો નહીં તો કાયમી ધોરણે જાહેરમાં માંસ-મટન વેચાતા હાટડા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે. આ માંગણીનો મુખ્ય ઉદ્દેશ ધાર્મિક લાગણીઓને માન આપવાનો અને પવિત્ર વાતાવરણ જાળવવાનો છે.